દીપશાળા પ્રોજેકટ અંતર્ગત જાબાળ પ્રાથમિક શાળામાં વાલી મિટિંગ અને ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

Share:

Savarkundlaતા.11

અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકાની જાબાળ પ્રાથમિક શાળામાં સંવિદ વેન્ચરના સહયોગથી દીપશાળા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેકટના દાતા ભરતભાઈ દેસાઈ સાહેબના સહયોગથી આજરોજ જાબાળ  પ્રાથમિક શાળામાં ધોરણ સાત ના ૨૨વિદ્યાર્થીઓ અને ધોરણ આઠ ના નવા ૧ વિદ્યાર્થીઓને એમ કુલ ૨૩ વિદ્યાર્થીઓને આજે ટેબલેટ આપવામાં આવ્યા. દીપશાળા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર મનોહરભાઈ મહીડા દ્વારા શિક્ષણમાં ટેબલેટનો ઉપયોગ  અને જવાબદારી વિશે સમજ આપવામાં આવી.શાળાનાં આચાર્ય ગૌરાંગભાઈ રમણા અને સર્વે શાળા પરિવારે દાતાશ્રી ભરતભાઈ દેસાઈ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રન્નાબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ. આ તકે શાળા પરિવાર,  કમિટી તેમજ વાલીગણ  નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *