Mumbai,તા.૧૧
દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ હતી એ અરસામાં જ ’કલ્કિ ૨૮૯૮ છડ્ઢ’ રિલીઝ થઈ હતી અને હિટ થઈ હતી. દીપિકાએ ગર્ભાવસ્થામાં જ આ ફિલ્મના પ્રમોશનમાં ભાગ લીધો હતો. પ્રભાસ અને અમિતાભ બચ્ચનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મનો બીજો ભાગ બનશે એ પણ પહેલેથી જ નક્કી હતું, પણ મમ્મી બન્યા પછી દીપિકા પાસે હવે આ ફિલ્મ માટે ટાઇમ નથી. ’કલ્કિ ૨૮૯૮ છડ્ઢ’ની સીક્વલનું કામ તો પહેલો ભાગ બની રહ્યો હતો ત્યારથી જ ચાલુ થઈ ગયું હતું અને હવે જ્યારે એને ઝડપથી આગળ ધપાવવાનું છે ત્યારે દીપિકા ઉપલબ્ધ નથી.
એનું કારણ એ છે કે દીપિકા તેની દીકરીને નૅનીના ભરોસે રાખીને શૂટિંગ કરવા જવા તૈયાર નથી, તે ફુલટાઇમ મમ્મી બનીને એક મિનિટ માટે પણ બેબીથી દૂર નથી જવા માગતી. પરિણામે ફિલ્મના મેકર્સ માટે બીજા ઍક્ટરોના હિસ્સાનું શૂટિંગ પતાવીને દીપિકા માટે રાહ જોવા સિવાય છૂટકો નથી.