વાંરવાર વરસાદી ઝાપટા અને વાદળછાળા વાતાવરણને મચ્છરજન્ય રોગચાળાની સિઝન લાંબી ચાલી રહી છે
Gandhinagar, તા.૩૦
વાંરવાર વરસાદી ઝાપટા અને વાદળછાળા વાતાવરણને મચ્છરજન્ય રોગચાળાની સિઝન લાંબી ચાલી રહી છે. નવરાત્રિમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.વાયરલ બિમારીઓ વધી રહી છે, બીજી બાજુ મચ્છરજન્ય બિમારીઓના કેસ પણ દિવાળી શરૂ થઈ ગયા પછી પણ સતત સામે આવી રહ્યા છે. જે ચિંતાજનક બાબત છે.આ વખતે ડેન્ગ્યુ પણ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તો બીજી બાજુ ચિકનગુનીયાના કેસો પણ સતત વધી રહ્યા છે. મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ ગાંધીનગરમાંથી મળી આવ્યો છે. સેક્ટર-૫માં રહેતા વૃદ્ધની તબિયત લથડતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.જે દરમ્યાન તબીબોને વૃદ્ધ દર્દીના લક્ષણો અલગ લાગતા તેમણે ઝીકા વાયરસના પરિક્ષણ માટે જરૂરી સેમ્પલ લેવડાવ્યા હતા, અને તે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તેના રિપોર્ટના આધારે વૃદ્ધને ઝીકા વાયરસ પોઝિટીવ છે કે નહીં તેનો ખ્યાલ આવશે.