દિપાવલીના તહેવારોમાં યાત્રાધામ Dwarka માં 6.71 લાખ ભાવિકોએ દર્શન કર્યા

Share:

Dwarka તા.7

હાલમાં ચાલી રહેલા દિવાળી વેકેશનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલીના તહેવારોમાં યાત્રાધામ દ્વારકામાં ભાવિકોની વ્યાપક ભીડ જોવા મળી હતી. સૌરાષ્ટ્ર – કચ્છ-ગુજરાત સહિત દેશ-વિદેશના ભાવિકોએ વિક્રમ સંવત ર081 સારૂં ફળઆપનારું બની રહે તે માટે જગતમંદિરમા કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. દિપાવલીના તહેવારોમાં તા.ર9 ઓકટોબરથી 5 નવેમ્બર સુધીના આઠ દિવસના પ્રાપ્ત આંકડા અનુસાર આશરે 6 લાખ 71 હજાર જેટલા ભાવિકોએ જગત મંદિરની મુલાકાત લીધી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *