તંત્રી લેખ…સાઇબર ક્રાઇમનો સકંજો

Share:

દેશમાં સાઇબર અપરાધોમાં સતત વધારો સરકાર અને જનતાની ચિંતાનું કારણ બન્યો છે. જોકે સરકારના નિયામક સંગઠન અને ગુપ્તચર એજન્સીઓ સતત સક્રિય છે પરંતુ અપરાધી અપરાધના નવા-નવા પેંતરાથી પોતાના ખતરનાક મનસૂબાને અંજામ આપી રહ્યા છે. જોકે આ સંકટ વિશ્વવ્યાપી છે, પરંતુ દેશમાં ડિજિટલીકરણના પ્રયાસો બાદ આ અપરાધોમાં વેગ આવ્યો છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટરના આ મહિનાની શરૂઆતમાં આવેલ આંકડામાં કહેવાયું કે આ વર્ષે સપ્ટેમ્બર સુધી દેશમાં સાઇબર છેતરપિંડીથી ૧૧,૩૩૩ કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું. ચોંકાવનારી વાત છે કે આ દરમ્યાન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડોમાં સૌથી વધારે સવા બે લાખ ફરિયાદો આવી અને લગભગ સાડા ચાર હજાર કરોડનું નુક્સાન કહેવાયું. એ દર્શાવે છે કે દેશમાં સાઇબર અપરાધની જાળ કેટલી ફેલાયેલી છે. ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયના સાઇબર અપરાધો પર નજર રાખનારી એજન્સીના રિપોર્ટ અનુસાર દેશમાં નવેમ્બર સુધી સાબિર છેતરપીંડીની બાર લાખ ફરિયાદો આવી, જેમાંથી ૪૫ ટકા કેસોને મ્યાંમાર, લાઓસ અને કંબોડિયાથી અંજામ આપવામાં આવ્યો. આ રીતે ઓનલાઇન નાણાંકીય સેવાઓમાં સાઇબર ઉઠાંતરીની જાળ સતત ઉપભોક્તાઓની મુસીબતોનું કારણ બની છે. મોબાઇલ સ્પાયવેર પણ એક મોટો પડકાર બનતા જાય છે, જે ગ્રાહકોની જરૂરી ગુપ્ત માહિતી ચોરી લે છે. જેને સહારે આર્થિક ફ્રોડને અંજામ આપવામાં આવે છે.

હાલના દિવસોમાં સાઇબર અપરાધોમાં નવી રીત ડિજિટલ અરેસ્ટ જોડાઈ ગઈ છે, જેના દ્વારા દેશની આર્થિક નિયામક એજન્સીઓ અને પોલીસના નામ પર લોકો પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે સાઇબર હુમલા ઉપરાંત ઓનલાઇન ફ્રોડ અને સેક્સટોર્શનના કેસો પણ સામે આવી રહ્યા છે. સાથે જ ડેટા ચોરી, રેન્સમવેર, ઓનલાઇન નફરત ફેલાવવા, સાઇબર બુલિંગ તથા નાગરિક સેવાઓ અને હોસ્પિટલો પર હુમલાના કેસો સામે આવતા રહે છે. તેમાં શત્રુ દેશો તરફથી દેશની અર્થવ્યવસ્થા અને આંતરિક સુરક્ષાને નુક્સાન પહોંચાડવાની કોશિશ પણ સામેલ હોય છે. મુશ્કેલી એ છે કે દેશમાં સાઇબર અપરાધો પર અંકુશ લગાવવા માટે અલગથી કડક કાયદા નથી. બીજી તરફ આઇટી એક્ટમાં સંશોધન કરીને લાવવામાં આવેલ જોગવાઇ આ સાઇબર અપરાધો પર અંકુશ લગાવવામાં સંપૂર્ણ સફળ નથી. સાઇબર અપરાધો પર સંપૂર્ણ અંકુશ લગાવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ સાઇબર કો-ઓર્ડિનેશન સેન્ટરને વધુ પ્રભાવશાળી બનાવવાની જરૂર છે, જેણે ગત દિવસોમાં દિક્ષમ પૂર્વ એશિયાથી સક્રિય સાઇબર અપરાધીઓ પર અંકુશ લગાવવાની દિશામાં પહેલ કરી હતી. આ સંકટના મુકાબલે સરકારોએ કડક કાયદા બનાવવાની જરૂર છે, ત્યાં જ નાગરિકોને આ અપરાધોથી બચવા માટે જાગૃત કરવાની જરૂર છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સ્તર પર સાઇબર નિયંત્રક પોલીસ દળની જરૂરિયાત પણ અનુભવાઈ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *