ટ્રાફિક ભંગ થતો જોઈ Big B એન્ગ્રી યંગ મેન બની જાય છે

Share:

અમિતાભ ૨૦૦૦થી કેબીસી હોસ્ટ કરે છે, વચ્ચે એક વખત માત્ર ૨૦૦૭ની સીઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી

Mumbai, તા.૨૨

અભિષેક બચ્ચનની ફિલ્મ ‘આઇ વોન્ટ ટુ ટોક’ આવી રહી છે, જે શુજિત સરકાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મના પ્રમોશન માટે અભિષેક, શુજિત તેમજ ફિલ્મના લેખક અર્જૂન સેન કૌન બનેગા કરોડપતિ ૧૬ના સેટ પર આવવાના છે. આ એપિસોડ અમિતાભ અને અભિષેક સાથે મળીને હોસ્ટ કરવાના છે. આ એપિસોડમાં અભિષેકે જણાવ્યું હતું કે, ટ્રાફિક ભંગ થતો જોઈને બિગ બી એન્ગ્રી  યંગ મેન જેવા બની જાય છે. સોની દ્વારા આ એપોસિડનો પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અમિતાભ અને અભિષેકને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કાર કોણ સારી રીતે ડ્રાઇવ કરે છે. ત્યારે અમિતાભ તરત જ હાથ ઊંચો કરે છે. આ વખતે અભિષેકે હાથ લાંબો કરીને કહ્યું, “પા, પ્લીઝ.” ઓડિયન્સ સાથે વાત કરતાં અભિષેકે કહ્યું, “એ ગાડી ઓછી ચલાવશે અને બીજાને ટોકશે વધારે. કોઈ ખોટા રસ્તેથી આવી ગયું, ફોન કાઢીને એમનો ફોટો લેશે. કહેશે, “ટ્રાફિક પોલિસને મોકલીશ કે આ લાઇટ તોડીને નીકળી રહ્યો છે.” અને એ વિચારવા લાગે છે, “અરે અમિતાભ બચ્ચન તો મારી સેલ્ફી લઈ રહ્યા છે.””આ પોસ્ટની કૅપ્શનમાં સોનીએ લખ્યું હતું, “એબી પણ દેશના બીજા પિતાઓ જેવા જ છે.” ૧૨ ઓગસ્ટથી કેબીસીની નવી સિરીઝ શરૂ થઈ છે. અમિતાભ ૨૦૦૦થી કેબીસી હોસ્ટ કરે છે, વચ્ચે એક વખત માત્ર ૨૦૦૭ની સીઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. જો ફિલ્મોની વાત કરવામાં આવે તો અમિતાભ છેલ્લે રજનીકાંત સાથે ‘વૈત્તેયાં’માં કામ કર્યું હતું. જ્યારે અભિષેક હવે શ્રુજિત સરકારની ‘આઇ વોન્ટ ટુ ટોક’માં જોવા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *