Dhaka,તા.09
શ્રી જવાહર હાઈસ્કુલ ખોરાસા-ગીરના ધો.10-અને 12 માં અભ્યાસ કરતાં દરેક સમાજના ભાઈ- બહેની માટે આવનારી બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા માટે શૈક્ષણિક સેમીનારનું આયોજન અને વાલી મિટિંગ આચાર્યથી કાંતિભાઈ કોઠડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.
આચાર્યશ્રી કોઠડીયા સાહેબે આવકાર સાથે પ્રાસંગિક પ્રવચનમાં પુરુષાર્થને લગતા કેટલાંક સૂચનો, દૃષ્ટાંતો વાલીઓ અને વિદ્યાર્થીઓને આપ્યા હતાં.
આ કાર્યક્રમમાં ખાસ બબ્બે વાર ભારતના રાષ્ટ્રપતિ ના હાથે સન્માનિત થયેલા શ્રેષ્ઠ શિક્ષક એવા બલદેવપરી ગોસ્વામીએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા ગણિત અને વિજ્ઞાન વિષયોની ટેકનિકો શીખવાડી, બધાંને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. હળવી શૈલીમાં પ્રશ્નોતરી સાથે સફળતાની ચાવીઓ બતાવી પરીક્ષાનો ડર દૂર કરી દીધો હતો, તેઓ ખરેખર સ્કુલના દરેક વિદ્યાર્થીઓના હ્રદયમાં વસી ગયા હતાં અને વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રશંસા મેળવી હતી. બલદેવપરી સાહેબે સ્વયંભૂ ઊર્જા સ્ત્રોત વિશે અને સફળતાની ચાવીઓ અને સફળતાના પ્રકારો સરળ ઉદાહરણો દ્વારા સમજાવ્યા હતા અને જેના દ્વારા વિદ્યાર્થીઓમાં એક આત્મવિશ્વાસ જગાડ્યો હતો તમે પોતે જ ઉર્જા નો સ્ત્રો છો જેની સમાજ ,પ્રેઝન્ટેશન અને ટેકનિકલ ટેકનોલોજીના ઉપયોગથી બાળકોને સાથે ખુબ સરસ રીતે ડિજિટલ બોર્ડમાં સમજાવ્યું હતું આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-જૂનાગઢના પ્રોફેસર શ્રી ભરતભાઈ મેસિયાએ પોતાની આગવી હાસ્ય શૈલીમાં જણાવ્યું હતું. કે બાળકોને બોર્ડની પરીક્ષાનું વધુ પ્રેશર આપવું નહી તેના બદલે બાળકોને પ્રોત્સાહિત કરવાં, આત્મવિશ્વાસ જગાવવાનો પ્રયત્ન કરવો . વાલીઓને ખાસ સૂચન કર્યું હતું ? વિદ્યાર્થીની સ્કુલ પસંદગીમાં ખાય ધ્યાન આપવું. આપણું બાળક આપણી પાસે રહે અને ભણે તેવો પણ આગ્રહ કર્યો હતો. જેનાથી કુટુંબભાવના અને પરિવાર ભાવ બાળકની અંદર ઉજાગર થાયઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે પડદા પાછળ રહી પ્રફુલભાઈએ મોટો પ્રયત્ન કરેલોજેમાં આશરે ૧૪૦ જેટલાં વાલીઓ તથા ૨૮૦ જેટલાં વિધાર્થીઓએ આ કાયૅક્રમનો લાભ લીધો હતો.કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતિ જીજ્ઞાસાબેને તથા આભારવિધિ રસિકભાઈ વોરાએ કરી હતી તથા સમગ્ર સ્ટાફ પરિવારે સહયોગ આપ્યો હતો