Morbi,તા.03
નસીતપર ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિક દંપતીને બોલાચાલી થવા પામી હતી પત્ની સાથે બોલાચાલી થયા બાદ ૬૦ વર્ષીય વૃદ્ધે ઝેરી દવા પી લેતા મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના નસીતપર ગામે વાડીએ રહીને મજુરી કરતા મંગલસિંહ ભૂરલાભાઈ મંડલોઈ (ઉ.વ.૬૦) નામના વૃદ્ધે ગત તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ વાડીએ જંતુનાશક ઝેરી દવા પી લેતા સારવાર માટે ટંકારા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં વૃદ્ધનું મોત થયું હતું બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ હતી ટંકારા પોલીસે પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મંગલસિંહ તમાકુની ડબ્બી લેવા મોરબી ગયા હતા અને વાડીએ પાછા ફરવામાં મોડું થતા પત્નીએ વાડીએ કામ છે અને તમે ખોટા રખડો છો કહેતા પત્ની સાથે બોલાચાલી થઇ હતી અને મૃતકને લાગી આવતા જાતે વાડીએ ઝેરી દવા પી લીધાનું ખુલ્યું છે ટંકારા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે