ઝારખંડની ચૂંટણી પહેલા ઈડીએ CM Hemant Soren ના અંગત સલાહકારના ઘરે દરોડા પાડયા

Share:

Ranchi,તા.૯

આવકવેરા વિભાગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના અંગત સલાહકાર સુનીલ શ્રીવાસ્તવ અને તેમની સાથે જોડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, આવકવેરા વિભાગે સુનીલ શ્રીવાસ્તવ, તેના પરિવારના સભ્યો અને તેની સાથે જોડાયેલા કુલ ૧૬-૧૭ સ્થળો પર દરોડા પાડ્યા છે. રાંચીમાં સાત અને જમશેદપુરમાં ૯ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.આમાં જમશેદપુરના અંજનીયા ઈસ્પાત સહિત અન્ય સ્થળોનો પણ સમાવેશ થાય છે. આ અંગે વધુ માહિતી હજુ બહાર આવવાની બાકી છે.

આવકવેરા વિભાગે આ દરોડા ટેક્સની ગેરરીતિઓને લઈને હાથ ધર્યા છે. સુનિલ શ્રીવાસ્તવે ટેક્સમાં કેટલીક અનિયમિતતાઓ કરી હોવાની માહિતી આઇટીને મળી હતી. જે બાદ વિભાગે આ કાર્યવાહી કરી છે.આ પહેલા ૨૬ ઓક્ટોબરે આવકવેરા વિભાગે વિધાનસભા ચૂંટણી દરમિયાન હવાલા દ્વારા નાણાંની લેવડ-દેવડની માહિતીના આધારે રાંચી, જમશેદપુર, ગિરિડીહ અને કોલકાતામાં દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, આવકવેરા વિભાગે હવાલા વેપારીઓના સ્થળોએથી રૂ. ૧૫૦ કરોડની બેનામી સંપત્તિ અને રોકાણ સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

આ પહેલા ૧૪ ઓક્ટોબરે ઈડીની ટીમે હેમંત સરકારના મંત્રી મિથિલેશ ઠાકુરના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઈડીએ ૨૦ જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડો જલ જીવન મિશન સાથે જોડાયેલી યોજનાઓમાં ગેરરીતિઓને લઈને થયો હતો. ઈડીની ટીમે મિથલેશ ઠાકુરના ભાઈ વિનય ઠાકુર, પ્રાઈવેટ સેક્રેટરી હરેન્દ્ર સિંહ અને ઘણા વિભાગીય ઈજનેરોના ઘરો પર દરોડા પાડ્યા હતા. મંત્રી મિથિલેશ ઠાકુર અને તેમના સંબંધીઓના ઘરે ઈડીના દરોડા પર મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું હતું કે આ અણધાર્યું નથી. આપણા વિપક્ષી મિત્રોએ આ બધું ફરી ચૂંટણી વખતે જોવાનું શરૂ કર્યું છે. તેમની સૂચના પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *