Mumbai,તા.૨૮
દેશભરમાં દિવાળીનો માહોલ જામી ગયો છે. બજારોમાં ઉત્સાહ છે અને શેરીઓમાં ધમાલ વધી રહી છે. દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બોલિવૂડ સ્ટાર્સ પણ દિવાળીની ઉજવણીમાં સામેલ થઈ રહ્યા છે. તાજેતરમાં આયુષ્માન ખુરાનાના ઘરે દિવાળી સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સે પોતાની સ્ટાઈલ બતાવી હતી. હવે બોલિવૂડ સ્ટાર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરે પણ પોતાના ફેન્સને દિવાળીની ખાસ શુભકામનાઓ આપી છે.કરણ જોહરે ગોલ્ડન શેરવાનીમાં તસવીરો પોસ્ટ કરી છે. દિવાળીના આ ટ્રેડિશનલ ડ્રેસમાં કરણ જોહર સ્માર્ટ લાગતો હતો.
કરણ જોહરે આ તસવીરો પોસ્ટ કરીને ફિલ્મી અંદાજમાં અભિનંદન પાઠવ્યા છે. કરણ જોહરે લખ્યું,’જો તમે છો તો દરેક રાત દિવાળી છે, દરેક દિવસ હોળી છે. મશાલ ફિલ્મની આ લાઈન મારા જીવન સાથે એકદમ ફિટ બેસે છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે કરણ જોહરે બધાને ક્રેડિટ આપી અને દિવાળીની અગાઉથી શુભકામનાઓ આપી. કરણ જોહર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કરણ જોહરને ૧૭ મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
કરણ જોહરે વર્ષ ૧૯૯૫ માં અભિનેતા તરીકે ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ કરણ જોહરે ડિરેક્શનની જવાબદારી સંભાળી હતી અને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. કરણ જોહર બોલિવૂડના સૌથી મોટા નિર્માતાઓમાંના એક છે. કરણ જોહરનું પ્રોડક્શન ધર્મ દર વર્ષે અડધો ડઝનથી વધુ ફિલ્મો બનાવે છે. કરણ અભિનય અને ફિલ્મો બનાવવામાં પણ ઘણો વ્યસ્ત છે. કરણ જોહરે તેની કારકિર્દીમાં કભી ખુશી કભી ગમ, માય નેમ ઈઝ ખાન જેવી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ સાથે તેણે ૨૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કૌશલ્ય પણ બતાવ્યું છે.