Sydney,તા.06
સિડની ટેસ્ટ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પેટ કમિન્સને વિરાટ કોહલી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેની સામે રમવું હંમેશાં શાનદાર છે કારણ કે તે રમતમાં એક અલગ પ્રકારનો રોમાંચ લાવે છે.
જેનો દરેકને આનંદ આવે છે અને તેની વ્યૂહરચના પણ કંઈક આ જ છે. તે આક્રમક ખેલાડી છે. તેમણે કહ્યું કે કોહલી છેલ્લાં એક દાયકાથી સ્ટાર બેટ્સમેન છે અને જો આ તેનો ઓસ્ટ્રેલિયાનો છેલ્લો પ્રવાસ હશે તો મને તેનાથી ખુબ દુ:ખ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી ટેસ્ટ શ્રેણી માટે ઘણો સમય બાકી છે, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમ હવે ભારતનો પ્રવાસ કરવાની છે.