જીવનમાં ડ્રગ્સ,દારૂ અને સિગારેટથી હમેંશા દૂર જ રહ્યો છું :John Abraham

Share:

Mumbai,તા.10

બોલીવૂડના મોટાભાગના લોકો દારૂ અને સ્મોકિંગના રવાડે ચડેલા હશે એવું આપણે માનતા હોઇએ તો એ અતિશયોક્તિ નહીં કહેવાય તથા ડ્રગ્સનું દુષણ પણ આ ઇન્ડસ્ટ્રીમાં વ્યાપેલું જ છે. જો કે જોન અબ્રાહમ આ બધા વ્યસનોથી દૂર છે.

જોને બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ‘નશામુક્ત નવી મુંબઇ અભિયાન’ના લોન્ચિંગમાં ભાગ લીધો ત્યારે વિદ્યાર્થીઓને પોતાનું ઉદાહરણ આપીને તમામ પ્રકારનાં વ્યસનોથી અને ખાસ કરીને ડ્રગ્સથી દૂર રહેવાની સલાહ આપી હતી.

જોને આ કાર્યક્રમમાં કહ્યું હતું, ‘વિદ્યાર્થીઓને હું કહેવા માગું છું કે મેં પર્સનલી જીવનમાં ક્યારેય ડ્રગ્સને હાથ નથી લગાડ્યો, અને ધ્રુમપાન તથા દારૂનું વ્યસન પણ નહીં, પણ ડ્રગ્સને ના કહેવાનું વધુ મહત્વનું છે.

જીવનમાં ખૂબ જ શિસ્તબદ્ધ રહો તથા પોતાના મિત્રો અને સાથીઓ માટે રોલ-મોડલ બનો. મહારાષ્ટ્ર અને ભારતના સારા નાગરિક બનો અને સારા મસલ્સ બનાવવા માટે ખૂબ મહેનત કરો.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *