Hyderabadતા.6
પુષ્પા-2 ફિલ્મના પ્રિમીયર દરમ્યાન ભાગદોડ દરમ્યાન એક મહિલાનું મોત થવાના મામલામાં તેલુગુ એકટર અલ્લુ અર્જુન રવિવારે પોલીસ સામે રજુ થયો હતો.જામીનની શરતો અનુસાર અભિનેતાએ ચિકકડપલ્લા પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ સામે અદાલતી ઔપચારીકતા પૂરી કરીને ચાલ્યો ગયો હતો.
આ મામલામાં નામજોગ અભિનેતાને 3 જાન્યુઆરીએ શહેરની એક અદાલતે નિયમીત જામીન આપ્યા હતા. અદાલતના નિર્દેશો અનુસાર અભિનેત્રીને બે મહિનાના સમય માટે કે આરોપપત્ર રજુ થવા સુધી દર રવિવારે તપાસ અધિકારી સામે રજુ થવાનું છે.
જયારે અભિનેતાએ પોલીસની સલાહ બાદ રવિવારે હોસ્પીટલમાં જઈને ભાગદોડમાં ઘાયલ બાળકોને મળવાનો કાર્યક્રમ પણ રદ કરી નાખ્યો હતો.