Dhaka,તા.07
જામજોધપુર શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલી દશનામ ગોસ્વામી સમાજની વાડી પાસેનાં ગેર કાયદેસર દબાણ ને દુર કરવા વારંવાર રજૂઆત કરવા છતા, તંત્ર દ્વારા પગલાના લેવાતા અંતે ગાંધી ચિંધ્યા માર્ગે ભુખ હડતાલ ઉપર ઉતરવાની ચિમકી સમાજના પ્રમુખ શૈલેષગિરિ ગોસ્વામી એ ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઇ.સ. 2018 મા આ બાબતે સમાજે નગરપાલિકા સામે ભુખ હડતાલ કરી હતી, પરંતુ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેનો ચુકાદો પણ દબાણ કરતા વિરોધ આવી ગયો….છતા તંત્ર દ્વારા પગલાના લેવાતા…અંતે સ્થાનીક લોકોને સાથે રાખી, આગામી તા.15-1 થી આંદોલનના મંડાણ કરવામાં આવશે તેમ સમાજના પ્રમુખ શૈલેષગિરિ ગોસ્વામી એ જણાવેલ છે