China, તા.7
પુર્વી રાજના જિયાંગ્સૂ પ્રાંતમાં શનિવારે કોલેજના પરિસરમાં થયેલી ચાકૂબાજીથી આઠ લોકોના મોત થયા હતા અને 17 જેટલા લોકો ઘાયલ થયા હતા. જયારે હુમલાખોરને પોલીસે પકડી લીધો હતો.
ચીનના સુરક્ષા બ્યુરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે હુમલાખોરની ઓળખ કરી લેવામાં આવી છે તેનું નામ શું છે અને 21 વર્ષનો છે. તેને ઘટના સ્થળેથી જ પકડી લેવામાં આવ્યો હતો. તેણે પોતાનો અપરાધ કબુલી લીધો છે.
હુમલાનું ચોંકાવનારુ કારણ બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી છાત્ર શુ પરિક્ષામાં ફેલ થવાથી સ્નાતક પ્રમાણપત્ર ન મળવાથી અને ઈન્ટર્નશીપ દરમિયાન ઓછા દામ મળવાથી તે ગુસ્સામાં હતો અને આ કારણે સ્કુલે પહોંચીને ઘટનાને અંજામ આપ્યો હતો.