ચોરને ફ્લેટમાં કોઈ વસ્તુ ન મળતાં મહિલાને kisse કરીને ભાગી ગયો

Share:

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી તેના પરિવાર સાથે રહે છે અને હાલમાં બેરોજગાર છે

Mumbai, તા. ૮

મુંબઈના મલાડમાં એક અજીબ ઘટના સામે આવી છે. આ ઘટનાએ બધાને અચંબિત કરી દીધા, જ્યારે એક ચોર ચોરી કરવા માટે એક ઘરમાં ઘુસ્યો, પણ પછી એક અજીબ ઘટનાને કારણે તે ફરાર થઈ ગયો. મુંબઈના મલાડમાં એક ફ્લેટમાં ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરને કોઈ વસ્તુ ન મળતાં ઘરમાં હાજર મહિલાને કિસ કરી અને ભાગી ગયો હતો. મહિલા પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તે ઘરે એકલી હતી ત્યારે ચોર ઘરમાં ઘુસ્યો અને તમામ કીમતી સામાન, રોકડ અને મોબાઈલ આપવા કહ્યું. જોકે, ઘરમાં કોઈ કિંમતી સામાન ના હોવાનું કહેતા ચોર તેને ચુંબન કરીને ભાગી ગયો હતો.

મુંબઈના મલાડ ઉપનગરમાં ૩ જાન્યુઆરી ૨૦૨૫ના એક અજીબ ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના મલાડના કુરાર વિસ્તારમાં ઘટી, જ્યાં ચોરે પહેલા ઘરની તપાસ કરી, પણ કોઈ કિંમતી વસ્તુ ન મળતા તેણે એક એવું કામ કર્યું જેને કારણે ખળભળાટ મચી ગયો. આરોપીએ મહિલાને તમામ કીમતી સામાન, રોકડ, મોબાઈલ અને એટીએમ કાર્ડ આપવા કહ્યું. જો કે, જ્યારે મહિલાએ કહ્યું કે તેના ઘરમાં કોઈ કિંમતી સામાન નથી, ત્યારે આરોપીએ ઘરમાં હાજર મહિલાને કિસ કરી અને ભાગી ગયો. બનાવની જાણ થતાં જ મુંબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે આરોપી તે જ વિસ્તારનો રહેવાસી છે. ઉપરાંત, તેનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી તેના પરિવાર સાથે રહે છે અને હાલમાં બેરોજગાર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *