America,તા.06
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કાઉન્ટિંગ ચાલુ છે. જેમાં ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી ટક્કર જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ઈલોન મસ્કે ટ્રમ્પની જીત પાક્કી થઈ રહી હોવાના સંકેતો વચ્ચે સોશિયલ મીડિયા પર રોચક તસવીરો શેર કરી રહ્યા છે. જે વાયરલ થઈ રહી છે. ઇલેક્ટોરલ કોલેજના કાઉન્ટિંગના ટ્રેન્ડમાં કમલા હેરિસનો આંકડો 214 પર અટકી પડ્યો છે. ત્યારે ટ્રમ્પે 247 પર લીડ મેળવી લીધી છે. એટલે કે હવે મેજિક નંબર 270 સુધી પહોંચવા માટે તેમને ફક્ત 23 સીટની જરૂર છે.
ઈલોન મસ્કે પોતાના પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે એક સિંક લઈ જતાં જોવા મળ્યા છે. જેની કેપ્શન લખી છે કે, લેટ ધેટ સિંક ઈન, અર્થાત કોઈપણ સ્ટેટમેન્ટને સમજવુ તથા તેના પર વિચાર કરવો.
ઈલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પનું જાહેરમાં સમર્થન કરી રહ્યા છે. તેમજ તેમને જીતાડવા માટે જાત-જાતની જાહેરાતો પણ કરી છે. અન્ય એક તસ્વીરમાં ઈલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોવા મળ્યા છે. જેમાં તે કાઉન્ટિંગના દિવસે ડાઈનિંગ ટેબલ પર વાતચીત કરતાં જોવા મળ્યા છે.
શું ઈલોન મસ્ક મંત્રી બનશે?
ઈલોન મસ્કે સતત ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પ્રચાર અને પોસ્ટ કરી છે. તેમણે એક એઆઈ ઈમેજ પણ પોસ્ટ કરી હતી. જેમાં ઈલોન મસ્ક એઆઈ અવતારમાં મંત્રી પદની શપથ લઈ રહ્યા હતા. કયાં ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળશે તેની પણ જાહેરાત આ તસવીરમાં શેર કરી હતી.
ટ્રમ્પ અને મસ્કે ડાન્સ કર્યો
અન્ય એક પોસ્ટમાં મસ્કે એઆઈનો ઉપયોગ કરી પોતે અને ટ્રમ્પને ડાન્સ કરતાં રજૂ કર્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.