ઘર આંગણે જ Cummins-Starc અપમાનીત : ઓસ્ટ્રેલિયન-11માં બુમરાહ કેપ્ટન

Share:

Melbourne તા.1
ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમનો દેખાવ નબળો રહેવા છતાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું પરફોર્મન્સ જબરદસ્ત રહ્યું છે અને તેને પગલે બુમરાહને ઓસ્ટ્રેલિયા-11નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

મહત્વની વાત એ છે કે, ઓસ્ટ્રેલિયન કપ્તાન કમીન્સ અને સ્ટાર્ક જેવા ખેલાડીઓની ઘરઆંગણે બેઇજજતી થઇ હોય તેમ તેઓને વર્ષની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. 

ઓસ્ટ્રેલિયન બોર્ડ દ્વારા વર્ષની શ્રેષ્ઠ ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે જયારે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

બુમરાહે 2024માં 13 ટેસ્ટ મેચમાં  71 વિકેટ ઝડપીને શ્રેષ્ઠ બોલર તરીકેનો ખિતાબ મેળવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુમરાહ વિશે કહ્યું કે, કોઇ પણ કેલેન્ડર વર્ષમાં બોલરના પરફોર્મન્સમાં બુમરાહનો દેખાવ શ્રેષ્ઠ છે.

2008માં ડેલસ્ટેને 74 વિકેટ ઝડપી હતી ત્યારપછી પ્રથમ વખત ફાસ્ટ બોલરનું જબરદસ્ત પ્રદર્શન રહ્યું છે. આ પૂર્વે 198રમાં ઇમરાન ખાને 13.ર9ની સરેરાશથી 6ર વિકેટ ઝડપી હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્વીકાર્યુ કે, બુમરાહે વર્તમાન પ્રવાસમાં ઓસ્ટ્રેલિયન બેટરોને ખુબ પરેશાન કર્યા હતા. આ સિવાય ઓપનર તરીકે જયસ્વાલની પણ  પસંદગી કરી છે. જયસ્વાલે ચાલુ વર્ષે 15 ટેસ્ટ મેચમાં 1478 રન બનાવ્યા હતા. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની 2024ની શ્રેષ્ઠ ટીમમાં યશસ્વી જયસ્વાલ બેનડકેટ, જો રૂટ, રચીન રવિન્દ્ર, હેરી બ્રુક, મેન્ડીસ એલેસ્કેરી, મેટ હેન્રી, જોસ હેડલવુડ, જસપ્રિત બુમરાહ અને કેશવ મહારાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *