Mumbai,તા.20
ગોવિંદાના પુત્ર યશવર્ધનની ડેબ્યૂ ફિલ્મમાં દિવંગત અભિનેતા ઈરફાનના પુત્ર બાબિલ ખાનને પણ સાઈન કરાયો છે. જાણવા મળ્યા મુજબ ફિલ્મમાં બાબિલનો યશવર્ધનની સમાંતર રોલ હશે.
ફિલ્મના સર્જકોને યશવર્ધનની એક્ટિંગ ક્ષમતા પર બહુ ભરોસો પડયો ન હતો. આથી, ફિલ્મને સારી રીતે પ્રોજેક્ટ કરવા માટે તેમણે બાબિલને પણ લગભ સમાંતર ભૂમિકા આપી છે. બાબિલ અગાઉ ‘કલા’ અને ‘ધી રેલવે મેન’ જેવા પ્રોજેક્ટસ દ્વારા પોતાની ક્ષમતા પુરવાર કરી ચૂક્યો છે. ફિલ્મ સમીક્ષકોનું કહેવું છે કે બાબિલની હાજરીમાં યશવર્ધન ઢંકાઈ જશે તે નક્કી છે.
આમ ડેબ્યૂ ફિલ્મમાં જ યશવર્ધનને બદલે સૌનું ફોક્સ બાબિલ ખાન પર જ રહેશે. કારકિર્દીની રીતે યશવર્ધનને શરુઆતમાં નુકસાન થઈ શકે છે. ગોવિંદા અગાઉ તેની દીકરી નર્મદાને પણ બોલીવૂડમાં યોગ્ય રીતે પ્રોજેક્ટ કરી શક્યો ન હતો.