ગાયોને નિરણ-શ્વાનને લાડુ, માછલીને બુંદી, કિડીયારુ પુરાશે તથા ૧૧૫ ગામો ધુમાડા બંધ – મુખ્યમંત્રી પટેલ હાજરી આપશે
Dhank, તા.૧૪
રાજકોટ જીલ્લના ઉપલેટા તાલુકાના ઢાંકની બાજુમાં આવેલ સુપ્રસિઘ્ધ ગાયત્રી આશ્રમ ખાતે રાજ રાજેશ્વરી ગાયત્રીમાં લક્ષ્મીજી માતાજી તથા સરસ્વતી માતાજીના સાંનિઘ્યમાં પરમ પૂજ્ય સંત શિરોમણી લાલબાપુના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિથી તા.૧૫ ને રવિવારના રોજ ગુરૂદત્ત જયંતિ નિમિતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાશે તથા હજારો શિષ્યો ગુરૂનુ પૂજન કરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
ગુરૂપૂર્ણીમાના પવિત્ર દિવસે ૧૧૫ ગામો ધુમાડા બંધ (કોઈએ ચુલો પેટાવવાનો નહી) ગાયોને નિરણ-શ્વાનને લાડુ, માછલીને બુંદી તથા કિડી-મકોડા માટે કિડીયારૂ પુરવામાં આવશે. તેના માટે બાજરાનો લોટ, ગોળ, તેલ મકિસ કરી દરેક ગામોમાં કિડીયારૂ પુરવામાં આવશે. સ્વયંમ સેવકો ગુરૂપૂર્ણિમાંનો પ્રસંગ સફળ બનાવવા રાત-દિવસ તનતોડ મહેનત કરી રહયા છે. ઉપલેટાથી ગધેથડ આવવા માટે ૫૦ એસ.ટી.ની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. તેમજ ખાનગી બસો ૩૦ મુકવામાં આવી છે જે ફી વગર ભાડાથી ચાલશે. આ માટે જુના ગધેથડ ખાતે મોટુ પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને કાર માટે અલગ વ્યવસ્થા કરાય છે. અંદાજે દોઢ લાખ લોકો પ્રસાદ લેેશે તેવુ અનુમાન છે. સૌ ભકતોએ પ્રસાદ લેવા અને આ પ્રસંગે હાજરી આપવા ગાયત્રી આશ્રમના પૂ.રાજુભગત અને દોલુ ભગતની યાદીમાં જણાવ્યું છે.