કાણકિયા કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે  ‘‘રસ્સા ખેંચ સ્પર્ધા‘‘ યોજાઈ

Share:

Savarkundla તા.11

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, સાવરકુંડલા દ્વારા ૧૨ મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી (રાષ્ટ્રીય યુવા દિવસ)ની ઉજવણી નિમિત્તે શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આટ્‌ર્સ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ,સાવરકુંડલા ખાતે આજરોજ સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકલાડીલા અને વિકાસશીલ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને કોલેજના વિદ્યાર્થીઓ માટે ‘‘રસ્સા ખેંચ સ્પર્ધા‘‘નું ભવ્ય આયોજન થયું. જેમાં સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતીકભાઇ નાકરાણી, નગરપાલિકા દંડક અજયભાઈ ખુમાણ, સેનીટેશન વિભાગના ચેરમેન હેમાંગભાઈ ગઢીયા, નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા કરસનભાઈ આલ તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પ્રાગજીભાઈ બુહા,ભૂપતભાઈ પાનસુરીયા, હસુભાઈ ચાવડા, અમિતભાઈ પંડ્યા, ભાવેશભાઈ વિકમા અને વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિત રહી હતી.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, સાવરકુંડલાના સંયોજક નીરજભાઈ ત્રિવેદી,  ગિરીશભાઈ નાંદોલિયા તથા લક્ષિતભાઈ મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન થયેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપાલ રવિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓને નામ નોંધણી થી લઈ અને સ્પર્ધામાં તમામ સ્તરે  અધ્યાપક પટોળીયા સાહેબે તેમજ રાડીયા સાહેબે માર્ગદર્શન કર્યું. રમત-ગમત કમિટીના અધ્યાપક અર્જુનસિંહ પરમાર તેમજ  હાર્દિકભાઈ ઉદેશી દ્વારા સ્પર્ધાનું જજમેન્ટ કરી વિજેતા ટીમ અંગેની જાહેરાત કરવામાં આવી.

ઉપરાંત અન્ય અધ્યાપકશ્રીઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી.

ભાઈઓની કુલ ચાર ટીમ વચ્ચે સેમિફાઇનલ મેચ રમાડવામાં આવી અને અંતે ફાઇનલમાં ટી. વાય. બી. કોમ. ની ટીમ વિજેતા બની. તેવી જ રીતે બહેનોની કુલ ચાર ટીમની સ્પર્ધામાં

એસ.વાય.બી.કોમ. ની બહેનોની ટીમ વિજેતા થઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *