કચ્છમાં ૨૪ કલાકમાં Biparjoy જેવા વાવાઝોડાની સંભાવના

Share:

ડીપ ડિપ્રેશન નબળુ પડવાની જગ્યાએ વધુ મજબૂત બન્યું

Ahmedabad,તા.૨૯

બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ સર્જાયેલું લો પ્રેશર આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું. હવે તે વધુ મજબૂત બનતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું. જેને કારણે છેલ્લા ૫ દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હજુ આજે પણ આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે. ડીપ ડિપ્રેશન કચ્છ ઉપર સક્રિય થયું છે અને આજે વહેલી સવારે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય હતું જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે તે સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી આ ડીપ ડિપ્રેશનની અસરને પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ગતરોજ સુધી આ ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું હતું પરંતુ આજની સ્થિતિ મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતા ૨૪ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ ડીપ ડિપ્રેશન ભુજથી ૬૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દિશા તરફ છે જ્યારે નલીયાથી ઉત્તર પૂર્વ દિશામાં ૮૦ કિ.મી. દૂર છે. આ ડીપ ડીપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે, જે ૩૦ તારીખ સુધીમાં ઉત્તરપૂર્વીય અરબ સાગરમાં ભળી જશે.તે પહેલા આ ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે અને વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતાઓમાં વધારો થયો છે. જેને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હજુ આગામી ત્રણ દિવસ વરસાદની સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫૫ થી ૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આવતીકાલથી બે દિવસ દરમિયાન એટલે કે ૩૦ અને ૩૧ ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ૬૫ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ન્ઝ્ર-૩ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ઓફ શોર ટ્રફ તથા ડીપ ડિપ્રેશન જે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ ઉપર સક્રિય છે તેની સાથે મોન્સુન તરફ સંકળાયેલો છે. તેને કારણે ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી શકે છે

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *