એક્સાઇઝ પોલિસી કેસમાં Manish Sisodia ને રાહત, સુપ્રીમ કોર્ટે જામીનની શરતો હળવી કરી

Share:

New Delhi,તા.૧૧

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટે આપ નેતા મનીષ સિસોદિયાને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તેમની જામીનની શરતો હળવી કરી છે. જામીનની શરતો મુજબ, તેમણે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સંબંધિત કેસોમાં તપાસ અધિકારી સમક્ષ અઠવાડિયામાં બે વાર હાજર થવું પડતું હતું. હવે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે આ જરૂરી નથી. તેઓ નિયમિતપણે કોર્ટમાં કેસની સુનાવણીમાં હાજર રહેશે.

૨૨ નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી નેતા મનીષ સિસોદિયાની જામીન શરતોમાં છૂટછાટની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો. આ પહેલા ૯ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાને જામીન આપ્યા હતા.

આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે સિસોદિયા ૧૭ મહિનાથી કસ્ટડીમાં છે અને હજુ સુધી ટ્રાયલ શરૂ થઈ નથી, જેના કારણે તેમને ઝડપી સુનાવણીના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની શરતો અનુસાર, તેણે દર અઠવાડિયે સોમવાર અને ગુરુવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે તપાસ અધિકારીને રિપોર્ટ કરવો પડશે. ૨૨ નવેમ્બરે થયેલી સુનાવણી દરમિયાન મનીષ સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે છછઁ નેતા ૬૦ વખત તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા.

સિસોદિયાને રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ની રચનામાં તેમની સંડોવણી અને તેના અમલીકરણમાં કથિત અનિયમિતતા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન  દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડ્ઢએ પણ સિસોદિયા પર ઘણા જુદા જુદા આરોપો હેઠળ કાર્યવાહી કરી. તેમણે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. જો કે સિસોદિયાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

૯ ઓગસ્ટે સિસોદિયાને જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે આ કેસોમાં જામીન મેળવવા માટે તેમને ટ્રાયલ કોર્ટમાં મોકલવા એ ન્યાયની મજાક ઉડાવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ સ્વીકારે કે જામીનનો સિદ્ધાંત નિયમ છે અને જેલ અપવાદ છે. આ પછી, કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સિસોદિયાને ૧૦ લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમની બે જામીન પર જામીન પર મુક્ત કરવામાં આવે.

જોકે, કોર્ટે એવી શરત મૂકી હતી કે આપ નેતાએ પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. સિસોદિયાએ દર સોમવાર અને ગુરુવારે પોલીસ સ્ટેશનમાં પણ હાજર રહેવું પડશે. કોર્ટે તેને કહ્યું હતું કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરે. કોર્ટે તેમને સચિવાલય જવાની પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટના ૨૧ મેના નિર્ણયને રદ કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *