ઉપલેટા પોલીસે સી.ઈ.આઈ.આર. પોર્ટલના ઉપયોગથી ૧૪ જેટલા મોબાઈલ ફોન શોધી અરજદારને પરત આપ્યા

Share:

Upleta તા.૨૧

     રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવના તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર સીંઘ દ્વારા રાજકોટ જિલ્લામાં મોબાઇલ ગુમ થયેલ હોય કે ચોરીના બનાવો બનેલ હોય જે રોકવા માટે સૂચના આપેલ હતી જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક જેતપુર ડિવિઝનના ડી.વાય.એસ.પી. આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ગુમ અંગેની અરજીઓના બાબતમાં ગુમ થયેલા મોબાઈલોને શોધી કાઢવા માટે ટેકનિકલનું કામ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મનદીપસિંહ જાડેજાને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ હતી જે બાબતે મળેલી અરજીઓની તપાસ કરી સી.ઈ.આઈ.આર. પોર્ટલની મદદથી કુલ ૧૪ જેટલા મોબાઈલ ફોન શોધી કાઢીને અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતાઉપલેટા પોલીસે ‘‘તેરા તુજકો અર્પણ‘‘ અંતર્ગત કુલ ૨,૯૦,૩૮૭/- રૂપિયાના મોબાઈલ ફોન અરજદારોને પરત કરવામાં આવતા અરજદારોમાં પણ પોલીસની કામગીરીને લઈને આનંદ અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં આ સમગ્ર કામગીરીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. પટેલ, એ.એસ. આઈ. ડી.પી. કટોચ, હેડ કોન્સ્ટેબલ કે.કે. રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ મનદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ડોડીયા, સત્યપાલસિંહ જાડેજા, નૈયદીપ વાણિયા સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી ક્યારે લોકોને પોતાના મોબાઈલ પરત મળતા પોલીસ વિભાગ નો પણ અરબદારોએ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની આ પ્રકારની કામગીરી બિરદાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *