આરોગ્ય મંત્રી આઉટસોસિંગ એજન્સીઓ પાસેથી હપ્તા લેતા હોવાની શંકા : Isudan Gadhvi

Share:

પઆપથ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર કર્યા આકરા પ્રહાર

Morbi તા.૧૩

                આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મોરબી મુલાકાતે આવ્યા હોય તાય્રે તેઓએ સિવિલ હોસ્પિટલ ખાતે આઉટ સોસિંગ કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી જ્યાં આરોગ્ય મંત્રી પર આકરા પ્રહારો કરતા આરોગ્ય મંત્રી આઉટ સોસિંગ એજન્સી પાસેથી હપ્તા લેતા હોવાની શંકા વ્યક્ત કરી હતી 

                પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આઉટ સોસિંગ કમર્ચારીઓ સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે મોરબીની મુલાકાત દરમિયાન ટીમે સફાઈકર્મી બહેનો અને સિક્યુરિટીમાં જે આઉટસોર્સિંગ દ્વારા કામ કરતા બહેનો છે, એમનું એજન્સીઓ દ્વારા આર્થિક રીતે શોષણ થઈ રહ્યું છે. આઉટસોર્સિંગના કર્મચારીઓને એજન્સીઓ દ્વારા જોઈનિંગ લેટર પણ આપવામાં આવતા નથી અને તેમના હકો પણ જણાવવામાં આવતા નથી. આ કર્મચારીઓને વીમો મળવો જોઈએ કે નહીં કેટલું પીએફ કપાય છે, આવી કોઈપણ આર્થિક જાણકારી આપવામાં આવતી નથી.

                ત્યારે ઈશુદાન ગઢવીએ આરોગ્ય મંત્રી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે તેઓ એજન્સીઓ પાસેથી હપ્તા લેતા હોય તેવું લાગે છે જો હપ્તા ના લેતા હોય અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ હપ્તા ના લેતા હોય તો કર્મચારીને પૂરો પગાર મળવો જોઈએ. આ માત્ર મોરબીનો જ નહિ તમામ જીલ્લામાં આઉટસોસિંગ સફાઈ કર્મચારી હોય કે સિક્યુરીટી હોય અથવા નર્સિંગ સ્ટાફ હોય તમામના પગારમાં ગોલમાલ થઇ રહી છે કર્મચારીઓનું શોષણ કરી એજન્સીઓ દર વર્ષે કરોડો રૂપિયાનું કોભાંડ કરે છે જેથી આરોગ્ય મંત્રી એજન્સીઓની નાણાકીય તપાસ કરાવે તેવી માંગ કરી છે આગામી દિવસોમાં આઉટ સોસિંગ કર્મચારીઓને સાથે રાખી એક લાખથી વધુ લોકોને સાથે રાખીને ગાંધીનગરનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *