આમ આદમી પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી જાહેર, Manish Sisodia ની સીટ બદલાઈ

Share:

New Delhi,તા.૯

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ ૨૦ નામ છે. તમામ ૨૦ સીટો પર નવા ચહેરા છે. પાર્ટીએ ૨૧ નવેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં ૧૧ નામ હતા. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ કુલ ૩૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચે હજુ ચૂંટણીની તારીખો જાહેર કરી નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ પૂરા જોરશોરથી ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હીમાં છેલ્લા ૧૦ વર્ષથી આમ આદમી પાર્ટી સત્તામાં છે અને કેજરીવાલ જીતની હેટ્રિક ફટકારવા માટે પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે.

આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં સૌથી મહત્વની વાત એ છે કે મનીષ સિસોદિયાની સીટ બદલવામાં આવી છે. અત્યાર સુધી તેઓ પટપરગંજ વિધાનસભાથી ચૂંટણી લડતા હતા અને જીતતા પણ હતા, પરંતુ આ વખતે તેઓ જંગપુરાથી ચૂંટણી લડી રહ્યા છે. પટપરગંજ સીટ પરથી સિસોદિયાની જગ્યાએ યુટ્યુબર અને શિક્ષક અવધ ઓઝાને ટિકિટ આપવામાં આવી છે. અવધ ઓઝા તાજેતરમાં આમ આદમી પાર્ટીનો ભાગ બન્યા છે.

વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને બેઠકો જોઇએ તો નરેલા દિનેશ ભારદ્વાજ,તિમારપુર સુરેન્દ્ર પાલ સિંહ બિટ્ટુ,આદર્શ નગર મુકેશ ગોયલ,મુંડકા જસબીર કરાલા,મંગોલપુરી રાકેશ જાટવ ધર્મરક્ષક,રોહિણી પ્રદીપ મિત્તલ,ચાંદની ચોક પુનરદીપ સિંહ સાહની,પટેલ નગર પ્રવેશ રતન,માડીપુર રાખી બિડલાન,જનકપુરી પ્રવીણ કુમાર,બિજવાસન સુરેન્દ્ર ભારદ્વાજ,પાલમ જોગીન્દર સોલંકી,જંગપુરા મનીષ સિસોદિયા,દેવલી પ્રેમકુમાર ચૌહાણ,ત્રિલોકપુરી અંજના પરચા,પટપરગંજ અવધ ઓઝા,કૃષ્ણા નગર વિકાસ બગ્ગા,ગાંધી નગર નવીન ચૌધરી (દીપુ),શાહદરા જીતેન્દ્ર સિંહ શાંતિ,મુસ્તફાબાદ આદિલ અહેમદ ખાન,છતરપુર બ્રહ્મા સિંહ તંવર,કિરારી અનિલ ઝા,વિશ્વાસ નગર દિપક સિંઘલા,રોહતાસ નગર સરિતા સિંહ,લક્ષ્મી નગર બીબી ત્યાગી,બાદરપુર રામ સિંહ,સીલમપુર ઝુબેર ચૌધરી,સીમાપુરી વીર સિંહ ધીંગાન,ખોંડા ગૌરવ શર્મા,કરાવલ નગર મનોજ ત્યાગી,મતિયાલા સોમેશ શૌકીન છે

આદિલ અહેમદ ખાનને મુસ્તફાબાદથી ટિકિટ આપવામાં આવી છે. ધારાસભ્ય હાજી યુનુસની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. ચાંદની ચોક વિધાનસભાના ધારાસભ્ય પ્રહલાદ સિંહ સાહનીના પુત્ર પુરનદીપ સિંહ સાહનીને ટિકિટ આપવામાં આવી છે. તે જ સમયે, કૃષ્ણા નગરના ધારાસભ્ય એસકે બગ્ગાના પુત્ર વિકાસ બગ્ગાને ટિકિટ આપવામાં આવી છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલના સ્થાને જીતેન્દ્ર સિંહ શાંતિને ટિકિટ આપવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *