આજીવન કારાવાસમાં છૂટ માટે બે વર્ષ સારી વર્તણુંકની Gujarat High Courtની શરત Supreme Court ફગાવી

Share:

New Delhi,તા.24
સુપ્રિમ કોર્ટે આજીવન કારાવાસની સજામાં છુટ માટે અપરાધીને બે વર્ષ સુધી શાલીનતાપૂર્ણ વ્યવહાર કરવાની શરતને સ્પષ્ટ રીતે મનમાની જણાવીને ફગાવી દીધી હતી.સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે આ ખૂબ જ અસ્પષ્ટ વ્યકિતપરક અને બંધારણની કલમ 21 નું ઉલ્લંધન છે ગુજરાત હાઈકોર્ટે આ શરત લગાવી હતી.

જસ્ટીસ અજય એસ.ઓકા અને જસ્ટીસ એ.જી.મસીહની પીઠે જણાવ્યું હતું કે સીઆરપીસીની કલમ 432 ની પેટા કલમ (1) માં મળેલી શકિતનો પ્રયોગ કરીને આવી અસ્પષ્ટ શરત લગાવવાથી કાર્યપાલિકાના હાથમાં પોતાની મરજીથી છુટને રદ કરવાનું એક હથીયાર મળી જશે.એટલે આવી શરતો મનમાની છે અને તે ભારતના બંધારણની કલમ 14 અંતર્ગત આવશે.

પીઠે જણાવ્યું હતું કે, કોઈ દોષિ અધિકારના રૂપે સજામાં છુટની માંગ કયારેય ન કરી શકે. જોકે તેને આ દાવો કરવાનો અધિકાર છે કે છુત્ત દેવાના તેના મામલામાં કાનુન અને સરકારની લાગુ નીતિ અનુસાર વિચાર કરવો જોઈએ.

પીઠે કહ્યું હતું કે જો લગાવવામાં આવેલ નવી શરતો મનમાની છે તો કલમ 14 ના ભંગના કારણે તેને દોષમુકત માનવામાં આવશે.આવી મનમાની શરતો બંધારણની કલમ 21 અંતર્ગત દોષીના અધિકારોનું ઉલ્લંધન કરી શકે છે.

શરતભંગના આરોપોને પ્રમાણિત કરવા માટે સામગ્રી હોવી જોઈએ
પીઠે કહ્યું હતું કે મામુલી શરત ભંગ છુટને રદ કરવાનો આધાર ન બની શકે. શરત ભંગનાં આરોપોને પ્રમાણીત કરવા માટે કેટલીક સામગ્રી જરૂર હોવી જોઈએ તેની ગંભીરતાનાં આધારે કાર્યવાહી કરવામાં આવી શકે છે. અદાલતે એમ પણ કહ્યુ કે પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વિના કારણ બતાવો નોટીસ જાહેર કર્યા વિના અને સુનાવણીનો અવસર આપ્યા વિના છુટ રન કરવાની કઠોર શકિતનો પ્રયોગ નથી કરી શકાતો તેને બંધારણની કલમ 226 અંતર્ગત દોષી પડકારી પણ શકાય છે.

સંજ્ઞેય અપરાધ છુટ આદેશનો રદ કરવાનો આધાર ન બની શકે
માકુભાઈ મોતીભાઈ સાગરની અરજી પર વિચાર કરતા સુપ્રિમ કોર્ટની એક બેન્ચે અન્ય શરત પણ સ્પષ્ટ કરી હતી તેમાં જણાવાયું હતું કે જો અપીલ કરનાર જેલથી મુકત થયા બાદ કોઈ સંજ્ઞેય અપરાધ કરે છે કે કોઈ નાગરીક કે સંપતિને નુકશાન પહોંચાડે છે તો તેની ફરીથી ધરપકડ કરવામાં આવશે અને તેણે સજાનો બાકી સમય ગાળો જેલમાં કાઢવો પડશે.

બેન્ચે જણાવ્યું હતું કે, દોષીની વિરૂદ્ધ સંજ્ઞેય અપરાધનું રજીસ્ટે્રશન આપોઆપ છુટનો આદેશ રદ કરવાનો આધાર નથી બેન્ચે કહ્યું હતું કે અમે આ શરતની વ્યાખ્યા એમ ન કરી શકીએ કે તેના ભંગનો આરોપ સ્વત:જ છુટના આદેશને રદ કરી દેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *