Salaya, તા.2
ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી મુકામે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી રામદેવજી મહારાજના 51 મો બાર પહોર પાટોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ 1 તારીખે સામૈયું અને જ્યોત પ્રાગટ્યનો કાર્યક્રમ છે તેમજ 2 તારીખના રોજ સવારે 9.30 વાગ્યે સૌવરા મંડપ સ્થંભ મુહર્ત નું આયોજન છે. તેમજ 2 તારીખ અને ગુરુવારે બપોરે આહીર સમાજ વાડી મુકામે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું .
રાત્રીના નકલંક નેજાધરી રામામંડળ તોરણીયા નાં કલાકારો મંડળી તેમજ કીર્તન અને રચનાઓ રજૂ કરવામાં આવશે. આમ આં ભવ્ય ધાર્મિક આયોજનમાં પ્રસાદ અને કીર્તન તથા દર્શનનો લાભ લેવા સમસ્ત કોઠા વિસોત્રી ગ્રામજનોએ દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ આપેલ છે. આ સુંદર ભવ્ય આયોજનને સફળ બનાવવા સમસ્ત ગામ એક સંપ થઈ અને જહેમત ઉઠાવી રહ્યું છે.