તપસ્વી પૂ. સંતરામ મહારાજ- નડિયાદની ભૂમિ કે જ્યાં સર્વ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યો છે ત્યાં તેમની સમાધિની સંન્નિધિમાં પુ.મોરારિબાપુ “માનસ- યોગીરાજ”નું અનુષ્ઠાન કરી રહ્યાં છે. આજે રામકથા એ ત્રીજા દિવસમાં પ્રારંભ થઈ વિરામ પામી, ત્યારે આજની કથામાં છારોડી ગુરુકુળ અમદાવાદના સંચાલક પુ.માધવપ્રિયદાસસ્વામીએ આર્શિવચન આપતાં કહ્યું કે કથા એ જીવન આપે છે અને બાપુની પ્રવાહીધારાને ગોપીગીતના સ્વરૂપમાં જ્યારે મેં સાંભળી ત્યારે હું તેનાથી ખૂબ જ પ્રસન્ન થયો હતો.
પુ.મોરારિબાપુએ બીજા દિવસે કહ્યું હતું કે આ ભૂમિ ઉપર પાંચ વખત રામકથાનું ગાન થયું છે અને આપણે આ છઠ્ઠું અનુષ્ઠાન કરી રહ્યા છીએ.પરંતુ આ સમાધિનો 194 મો મહોત્સવ છે અને હજુ દ્વિશતાબ્દીને છ વર્ષની વાર છે. ત્યારે તે સમય જ્યારે સને 2031 માં ઉજવાય ત્યારે ફરી આ સમાધિ પાસે આ જ પ્રકારનું માનસ ગાન કરવાની મહેચ્છા છે.પણ આ વાત સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે નિયતિ જે રીતે નક્કી કરે તે રીતે આગળ વધશે.
ત્રીજા દિવસની કથાનો સંવાદ સાધતા બાપુએ કહ્યું કે શિવ એ અનાદિ યોગી છે, તે કવિ પણ છે. શિવે માનસની રચના કરી છે. ભજનાંદીએ ત્રણ કલાકની જ ઊંઘ કરવી જોઈએ.સાવધાન હોય તે સાધુ અને યોગી હોય તે નિરોગી હોય.પુ.મોરારિબાપુએ પોતાના પશ્ચાત સમયના એ કથનને યાદ કર્યા કે જ્યારે કોઈપણ કાર્ય આપણે કરતા હોઈએ ત્યારે તેમાં સમર્પણ ભાવ એ અનુષ્ઠાન બની જતો હોય છે. અગાઉના એક કાર્યક્રમમાં મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીના કાળને બાપુએ ત્યારે અનુષ્ઠાન સાથે સરખાવ્યો હતો.
આજની કથામાં રાજ્યનના ભૂતપૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા કથા ત્રિવેણી સંગમમાં પધારેલા કથાકારો વિશાળ સમૂહ ઉપસ્થિત હતો.શ્રી રામેશ્વરદાસ બાપુ હરિયાણીની પણ વિશેષ ઉપસ્થિતિ છે.આજની કથામાં ઈસ્લામ તથા ઈસાઈ ધર્મના શ્રદ્ધાળુઓએ વ્યાસપીઠનુ પુજન કર્યુ હતું.સમગ્ર કથા દરમિયાનનું સંચાલન શ્રી હરિતભાઈ મહેતા સંભાળી રહ્યા છે.
રવિવારના રોજ નડિયાદની પવિત્ર ભૂમિ અને પૂ.સંતરામ મહારાજની પ્રસાદીરૂપે ગણાતા પવિત્ર સ્થળ સંતરામ દેરી ખાતે,શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની ૧૨૫ મી પૂણ્યતિથિ નિમિત્તે ‘ શ્રીયુત ગોવર્ધનરામ સન્માન સમારોહ ‘-૨૦૨૫ યોજાઈ ગયો .જેમાં દેશ વિદેશથી સાહિત્ય જગતના અનેક સાક્ષરો અને સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગોવર્ધનરામ સન્માન રાષ્ટ્રીય એવોર્ડ પુ. મોરારિ બાપુના હસ્તે 2022 નો પુરસ્કાર કાશ્મીરના સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી પ્રાણ કિશોર કૌલને તથા 2023 નો પુરસ્કાર આસામના સુપ્રસિદ્ધ નવલકથાકાર ડૉ.ધ્રુબ જ્યોતિ બોરાને અર્પણ કરવામાં આવ્યો. સંતરામ મહારાજની પ્રસાદીરૂપે ગણાતી આ પવિત્ર ભૂમિ પર થયેલા આ પુણ્ય કાર્યને બિરદાવતા પૂ. મોરારિ બાપુએ આશીર્વચન આપ્યા હતા.અને સાહિત્યની સરવાણી હંમેશા આમ જ પ્રગટતી રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.
તખુભાઈ સાંડસુર
9427560366