Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારત ઘર આંગણે ‘અજેય’ નહીં : છેલ્લા 13 મહિનામાં સૌથી ખરાબ પ્રદર્શન

    November 19, 2025

    Dhanush ના મેનેજર પર કાસ્ટિંગ કાઉચનો ટીવી એકટ્રેસ માન્યાનો આરોપ

    November 19, 2025

    Huma Qureshi: બોલીવૂડમાં અડધોઅડધ લોકોને હિંદી નથી આવડતું

    November 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારત ઘર આંગણે ‘અજેય’ નહીં : છેલ્લા 13 મહિનામાં સૌથી ખરાબ પ્રદર્શન
    • Dhanush ના મેનેજર પર કાસ્ટિંગ કાઉચનો ટીવી એકટ્રેસ માન્યાનો આરોપ
    • Huma Qureshi: બોલીવૂડમાં અડધોઅડધ લોકોને હિંદી નથી આવડતું
    • Ranveer ની ધુરંધર પણ બે ભાગમાં રીલિઝ કરાશે
    • Vikram Bhatt સામે 30 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ
    • ગુજરાતના જંગલોમાં Kangana Ranaut ની એડવેન્ચર સફર
    • જાણીતા સિંગરનું 34 વર્ષની વયે નિધન થતાં ફેન્સ સ્તબ્ધ!
    • Salma and Salim Khan ની 61મી વેડિંગ એનિવર્સરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»શિવ અનાદિ યોગી છે: મોરારિબાપુ 
    લેખ

    શિવ અનાદિ યોગી છે: મોરારિબાપુ 

    Vikram RavalBy Vikram RavalFebruary 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તપસ્વી પૂ. સંતરામ મહારાજ- નડિયાદની ભૂમિ કે જ્યાં સર્વ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યો છે ત્યાં તેમની સમાધિની સંન્નિધિમાં પુ.મોરારિબાપુ “માનસ- યોગીરાજ”નું અનુષ્ઠાન કરી રહ્યાં છે. આજે રામકથા એ ત્રીજા દિવસમાં પ્રારંભ થઈ વિરામ પામી, ત્યારે આજની કથામાં છારોડી ગુરુકુળ અમદાવાદના સંચાલક પુ.માધવપ્રિયદાસસ્વામીએ આર્શિવચન આપતાં કહ્યું કે કથા એ જીવન આપે છે અને બાપુની પ્રવાહીધારાને ગોપીગીતના સ્વરૂપમાં જ્યારે મેં સાંભળી ત્યારે હું તેનાથી ખૂબ જ પ્રસન્ન થયો હતો. 

        પુ.મોરારિબાપુએ બીજા દિવસે કહ્યું હતું કે આ ભૂમિ ઉપર પાંચ વખત રામકથાનું ગાન થયું છે અને આપણે આ છઠ્ઠું અનુષ્ઠાન કરી રહ્યા છીએ.પરંતુ આ સમાધિનો 194 મો મહોત્સવ છે અને હજુ દ્વિશતાબ્દીને છ વર્ષની વાર છે. ત્યારે તે સમય જ્યારે સને 2031 માં ઉજવાય ત્યારે ફરી આ સમાધિ પાસે આ જ પ્રકારનું માનસ ગાન કરવાની મહેચ્છા છે.પણ આ વાત સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે નિયતિ જે રીતે નક્કી કરે તે રીતે આગળ વધશે. 

        ત્રીજા દિવસની કથાનો સંવાદ સાધતા  બાપુએ કહ્યું કે શિવ એ અનાદિ યોગી છે, તે કવિ પણ છે. શિવે માનસની રચના કરી છે. ભજનાંદીએ ત્રણ કલાકની જ ઊંઘ કરવી જોઈએ.સાવધાન હોય તે સાધુ અને યોગી હોય તે નિરોગી હોય.પુ.મોરારિબાપુએ પોતાના પશ્ચાત સમયના એ કથનને યાદ કર્યા કે જ્યારે કોઈપણ કાર્ય આપણે કરતા હોઈએ ત્યારે તેમાં સમર્પણ ભાવ એ અનુષ્ઠાન બની જતો હોય છે. અગાઉના એક કાર્યક્રમમાં મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીના કાળને બાપુએ ત્યારે અનુષ્ઠાન સાથે સરખાવ્યો હતો.

              આજની કથામાં રાજ્યનના ભૂતપૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા કથા ત્રિવેણી સંગમમાં પધારેલા કથાકારો વિશાળ સમૂહ ઉપસ્થિત હતો.શ્રી રામેશ્વરદાસ બાપુ હરિયાણીની પણ વિશેષ ઉપસ્થિતિ છે.આજની કથામાં ઈસ્લામ તથા ઈસાઈ ધર્મના શ્રદ્ધાળુઓએ વ્યાસપીઠનુ પુજન કર્યુ હતું.સમગ્ર કથા દરમિયાનનું સંચાલન શ્રી હરિતભાઈ મહેતા સંભાળી રહ્યા છે.

    રવિવારના રોજ નડિયાદની પવિત્ર ભૂમિ અને પૂ.સંતરામ મહારાજની પ્રસાદીરૂપે ગણાતા પવિત્ર સ્થળ સંતરામ દેરી ખાતે,શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની ૧૨૫ મી પૂણ્યતિથિ નિમિત્તે ‘ શ્રીયુત ગોવર્ધનરામ સન્માન સમારોહ ‘-૨૦૨૫ યોજાઈ ગયો .જેમાં દેશ વિદેશથી સાહિત્ય જગતના અનેક સાક્ષરો અને સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

    ગોવર્ધનરામ  સન્માન રાષ્ટ્રીય એવોર્ડ પુ. મોરારિ બાપુના હસ્તે 2022 નો પુરસ્કાર કાશ્મીરના સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી પ્રાણ કિશોર કૌલને  તથા 2023 નો પુરસ્કાર આસામના સુપ્રસિદ્ધ નવલકથાકાર ડૉ.ધ્રુબ જ્યોતિ બોરાને અર્પણ કરવામાં આવ્યો. સંતરામ મહારાજની પ્રસાદીરૂપે ગણાતી આ પવિત્ર ભૂમિ પર થયેલા આ પુણ્ય કાર્યને બિરદાવતા પૂ. મોરારિ બાપુએ આશીર્વચન આપ્યા હતા.અને સાહિત્યની સરવાણી હંમેશા આમ જ પ્રગટતી રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

    તખુભાઈ સાંડસુર 

    9427560366

    Takhubhai Sandsur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    જેની ઇન્દ્રિયો વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે?

    November 17, 2025
    લેખ

    સગા-સબંધી સૌ મતલબના સાચો સાથીદાર પ્રભુ

    November 17, 2025
    લેખ

    18 નવેમ્બર, “નેચરોપથી ડે”

    November 17, 2025
    લેખ

    એક ઐતિહાસિક પગલું જે ભારતીય કૃષિના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરશે.

    November 17, 2025
    લેખ

    તંત્રી લેખ…ડોનાલ્ડ ટ્રમ્પના મનસ્વી પગલાં આર્થિક પાયાને નબળો પાડી રહ્યા છે

    November 17, 2025
    લેખ

    ભગવાન ઉપર ભરોસો રાખો

    November 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારત ઘર આંગણે ‘અજેય’ નહીં : છેલ્લા 13 મહિનામાં સૌથી ખરાબ પ્રદર્શન

    November 19, 2025

    Dhanush ના મેનેજર પર કાસ્ટિંગ કાઉચનો ટીવી એકટ્રેસ માન્યાનો આરોપ

    November 19, 2025

    Huma Qureshi: બોલીવૂડમાં અડધોઅડધ લોકોને હિંદી નથી આવડતું

    November 19, 2025

    Ranveer ની ધુરંધર પણ બે ભાગમાં રીલિઝ કરાશે

    November 19, 2025

    Vikram Bhatt સામે 30 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ

    November 19, 2025

    ગુજરાતના જંગલોમાં Kangana Ranaut ની એડવેન્ચર સફર

    November 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારત ઘર આંગણે ‘અજેય’ નહીં : છેલ્લા 13 મહિનામાં સૌથી ખરાબ પ્રદર્શન

    November 19, 2025

    Dhanush ના મેનેજર પર કાસ્ટિંગ કાઉચનો ટીવી એકટ્રેસ માન્યાનો આરોપ

    November 19, 2025

    Huma Qureshi: બોલીવૂડમાં અડધોઅડધ લોકોને હિંદી નથી આવડતું

    November 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.