Rajkot,તા.30
સૌરાષ્ટ્ર-ગુજરાતનાં કેટલાંક ભાગોમાં તા.2 થી 5 ફેબ્રુઆરી દરમ્યાન ફરી એકવાર માવઠુ થવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે ત્યારે આજરોજ સવારે સર્વત્ર સ્વચ્છ વાતાવરણ સાથે ઠંડી સાવ નહિવત રહેવા પામી હતી.
શિયાળામાં મોટાભાગે ઠંડુબોળ રહેતુ નલિયામાં આજે પણ ઠંડી ગાયબ રહી હતી.આજરોજ સવારે નલિયા ખાતે લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયુ હતું.જયારે કંડલામાં 15.5, ભુજમાં 16.6, રાજકોટમાં 15, પોરબંદરમાં 16.6, અને વેરાવળ ખાતે -18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ઉપરાંત અમદાવાદ ખાતે આજે સવારે 15.9, અમરેલીમાં 15.2,વડોદરામાં 15, ભાવનગરમાં 16.4, દમણમાં 16.2, ડિસામાં 12.4, દિવમાં 13, દ્વારકામાં 19.8, તથા અને ગાંધીનગર ખાતે 14 તથા પોરબંદરમાં 16.6 ડિગ્રી, લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.જયારે જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2 ડિગ્રીના વધારા સાથે 16.5 ડિગ્રી પહોંચી ગયું હતું.
જો કે પવનની ગતિમાં સીધો 3 કિમીના વધારો થતા પ્રતિકલાક 6 કિમિ નોંધાઇ હતી.મહતમ તાપમાન 30 ડિગ્રી રહ્યું હતું.શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં 4 ટકાના વધારા સાથે 85 ટકા પહોંચી ગયો હતો.
લઘુતમ તાપમાન ઉચાકાયું હતું પરંતુ પવનની ગતિ વધતા ઠડી અનુભવાય હતી.ભેજનું પ્રમાણ 85 ટકા હોય જેના લીધે મોડી રાત્રે ધૂમમસવાળું વાતાવરણમાં રહયુ હતું.