શહીદ દિન નિમિત્તે જે તે જગ્યાએ માત્ર એક મિનિટ ઉભા રહીને મૌન પાળવાનો કોઈને વખત નથી

Share:

Vadodara,તા.30

 દેશને આઝાદી અપાવવામાં બલિદાન આપનારા વીર સપૂતોની યાદમાં શહીદ દિનની ઉજવણી અંગે આજે તા.30મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે માત્ર એક મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવાનું તંત્ર દ્વારા પ્રતિ વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ તંત્રની આ હાકલ માત્ર ફારસ રૂપ બને છે.

આજે સવારે 11વાગ્યાના સુમારે શહેરીજનોને જ્યાં છે જેમ છે એ હાલતમાં માત્ર એક મિનિટનું મૌન પાળવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે જાણે કે ફરીવાર ક્યારેય પરાધીનતા આવવાની નથી અને જાણે કે દેશ માટે ક્યારેય કુરબાની પણ આપવાની નથી એવી ધારણા અને વહેમ લોકોના મનમાં છે. જેથી મહાત્મા ગાંધીજી અને શહીદો માટે લોકો પાસે શ્રદ્ધાંજલિ આપવા માત્ર એક મિનિટનો પણ સમય નથી, એવી રીતે નિયત સમયે વાહનોના પૈડા સંભળાવી દેવા કોઈ તૈયાર નથી. સૌ કોઈને જાણે કે મનમાં સમયની ભારે કિંમત હોય એવી રીતે લોકો વર્તી રહ્યા છે. શહીદ દિનની ક્યાંય કોઈને પડી નથી એવી રીતે શહેરનું જનજીવન એક મિનિટ થંભવાના બદલે રાબેતા મુજબ આજે રહ્યું હતું. પરિણામે અનેક દેશ પ્રેમીઓના મનમાં કચવાટની લાગણી વ્યાપી હતી. જોકે સવારે નિયત સમયે શહેરની અમુક ચોક્કસ જગ્યાઓએથી સાયરનો વગાડવામાં આવ્યા હતા. પરંતુ શહેરનો વિસ્તાર-વ્યાસ વધતા ઠેક ઠેકાણે લગાવવામાં આવેલા સાયરનો વાહનોની ઘરેરાટી વચ્ચે સંભળાતા નથી. શહેરમાં સાયરનો માત્ર ગણતરીની જગ્યાએ જ છે. જેથી શહેરનો વિસ્તાર વ્યાપ વધતા હવે સાયરનો પણ વધુ વિસ્તારમાં ગોઠવવા જરૂરી છે. જેથી શહીદ દિન શહીદ કોઈ આકસ્મિક જરૂરિયાત વખતે સાયરન વગાડીને લોકોને જાગૃત કરી શકાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *