વાંકાનેરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ

Share:

Morbi,તા.01

વાંકાનેર પંથકમાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની આજીવન સખ્ત કેદની સજા અને રૂપિયા ૨૫ હજાર દંડ ફટકાર્યો છે

            જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૧૮ માં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો અને સગીરા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ મામલે ભોગ બનનારના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે ગુનામાં સંડોવાયેલ આરોપી પરેશ માનસિંગ મેર (ઉ.વ.૨૧) વાળાને ઝડપી લીધો હતો

            જે કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવ્યો હતો ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ મુજબ 5 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ, કલમ ૩૬૬ મુજબ ૭ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ તેમજ કલમ ૩૭૬ (૨) (એચ)(આઈ)(એન) ની સાથે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૩ (એ), 4 મુજબના ગુનામાં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ ફટકાર્યો છે જે તમામ સજા એકસાથે ભોગવવા હુકમ કરવામાં આવ્યો છે અને ભોગ બનનારને વળતર માટેની યોજના અન્વયે રૂ ૪ લાખ અને આરોપી દંડની રકમ ભરે તે રૂ ૨૫,૦૦૦ સહીત કુલ રૂ ૪,૨૫,૦૦૦ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *