Morbiતા.18
ચિત્રાખડા ગામે ૬૨ વર્ષના વૃદ્ધ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં વૃદ્ધનું મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામેં રહેતા ઉદાભાઈ લાખાભાઈ ઠાકોર (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગત તા. ૦૩ ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે સાણંદ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે