Amreli, તા. 20
લેટર કાંડ બાદ કૌશિક વેકરિયા અચાનક ગાયબ થઈ ગયા હતા. પરેશ ધાનાણીએ આ લેટર મામલે કૌશિક વેકરિયાને જાહેરમા ચર્ચા કરવા બોલાવ્યા હતા પરંતુ તેઓ ત્યાં આવ્યા ન હતા અને ન તો તેમણે આ આરોપો મુદ્દે કોઈ નિવેદન આપ્યું અને ન તો તેઓ ક્યાંય દેખાયા હતા જેથી કૌશિક વેકરિયા ભુગર્ભમાં ઉતરી ગયા હોય તેવું કહેવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે અચાનક ભુગર્ભમાંથી બહાર આવ્યા છે.
અમરેલીમાં ધર્મજીવન હોસ્પિટલનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા, સાંસદ પરસોતમ રૂપાલાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર સહિતના નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઉદ્ઘાટન સ્ટેજ પર કૌશિક વેકરીયા અને પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર આસપાસ નજીક બેઠેલા જોવા મળ્યા હતા.
લેટર કાંડમાં લાગેલા આરોપો સાચા હોવાની ચર્ચા શરુ થતા કૌશુક વેકરિયા ગાયબ થઈ ગયા હતા અને અચાનક આ કાર્યક્રમમાં દેખાતા હવે કૌશિક વેકરિયા પાછા ભુગર્ભમાં જતા રહેશે કે, પછી લોકોની વચ્ચે હાજર રહી જવાબ આપશે ? તે તરફ લોકોની મીટ મંડાઇ છે.