Mumbai,તા.02
આ વર્ષે ભારતીય શેરબજારમાં રિલાયન્સ મોટો ધમાકો કરવા જઈ રહી છે અને કંપની રિલાયન્સ જીઓનો પબ્લીક ઈશ્યુ લાવી રહી છે જે રૂા.35 હજાર થી 40 હજાર કરોડનો હશે તેમ સંકેત છે.
તે હુન્ડાઈનો રેકોર્ડ પણ તોડશે તેમજ ભારતીય શેરબજારનું અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે.
આ માટે રિલાયન્સે તૈયારી શરુ કરી છે અને જૂન માસ બાદ આ આઈપીઓ આવશે. જેના કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં પણ હાલ વધારો નોંધાશે.