Kolkata, તા.30
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં આવેલી મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં એક અનોખી ઘટના બની છે. અહીં એક મહિલા પ્રોફેસરે તેના જ ક્લાસરૂમમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા.
આ ઘટના મંગળવારે બની હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. યુનિવર્સિટી પ્રશાસને પ્રોફેસરને રજા પર મોકલીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પ્રોફેસરનું કહેવું છે કે આ એક પ્રોજેકટનો ભાગ હતો, પરંતુ પ્રશાસને હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
આ વિચિત્ર ઘટના પશ્ર્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના હરિનઘાટા કેમ્પસમાં બની હતી, જેઓ એક મહિલા પ્રોફેસર પણ છે, તેમણે મંગળવારે લાલ બનારસી સાડી પહેરી હતી અને હાથમાં ગુલાબના ફૂલોની માળા લઈને વર્ગમાં આવ્યા હતા. તેની સાથે પ્રથમ વર્ષનો વિદ્યાર્થી પણ હતો.
વર્ગની વચ્ચોવચ વિદ્યાર્થીના પ્રોફેસરે માંગમાં સિંદૂર ભરીને એકબીજાને હાર પહેરાવ્યા હતા. આ બાબતે મહિલા પ્રોફેસર પાયલ બેનર્જીનું કહેવું છે કે, ફર્સ્ટ યર સ્ટુડન્ટ સાથે તેનો ’લગ્નનો સાયકોડ્રામા’ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓ મને મુખ્ય પાત્ર ભજવવા વિનંતી કરી અને મેં સંમતિ દર્શાવી. અન્ય ફેકલ્ટી સભ્યોએ તેની જાણ કરી અને કાર્યક્રમ માટે સંમતિ આપી.
આ દરમ્યાન કોઈ ફેકલ્ટી સભ્યોએ વાંધો ઉઠાવ્યો ન હતો. મારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ અને મેં સ્ક્રિપ્ટ મુજબ અભિનય કર્યો. એમાં કશું ગંભીર નહોતું. વધુમાં જણાવ્યું કે, કેટલાક લોકોએ તેનો ઉપયોગ મારી વિરૂદ્ધ હથિયાર તરીકે કર્યો છે. હું જાણું છું કે આ કોણે કર્યું કારણ કે મને આ વ્યક્તિ વિરૂદ્ધ ઘણી ફરિયાદો મળી હતી અને બદલો લેવા માટે વીડિયો શેર કર્યો હતો.