Morbi,તા.30
મ્યુંનીસિપલ કમિશ્નરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી
મોરબી જીલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ દેવેલોપર્સ એસોસીએશનના હોદેદારો દ્વારા આજે મહાપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નર સાથે રૂબરૂ મુલાકાત કરી મહાપાલિકા વિસ્તારમાં બાંધકામ નિયમો અંગે રજૂઆત કરવામાં આવી હતી
આવેદનમાં બિલ્ડર્સ એસોએ જણાવ્યું છે કે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઓનલાઈન બાંધકામ મંજુરી ઝડપથી તેમજ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી. મહાપાલિકા વિસ્તારમાં ગામતળ વિસ્તારમાં 2.0 તેમજ ગામતળ સિવાયના વિસ્તારમાં 1.8 એફ.એસ.આઈ ગુજરાત સરકારના CGDCR મુજબ હાલ મળે છે તેમાં વધારો કરવામાં આવે જેથી બાંધકામ ઉદ્યોગને વેગ મળી રહે. ગુજરાત સરકારના CGDCR મુજબ મોરબી હાલ D4 કેટેગરીમાં આવે છે તેમાં ફેરફાર કરીને D3 કેટેગરીમાં સમાવવામાં આવે જેથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકોટ, અમદાવાદ, સુરત જેવા શહેરોની જેમ હાઈરાઈઝ બિલ્ડીગનું નિર્માણ થઇ સકે.
નવો ડેવલોપમેન્ટ પ્લાન (ડીપી) ઝડપથી બનાવવામાં આવે જેના પરથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારનો ટાઉન પ્લાન બની સકે જેથી મોરબીના નગરજનોને પાયાની સુવિધાઓનો લાભ મળી સકે. કાયમી ટાઉન પ્લાનિંગ અધિકારીની નિમણુક કરવામાં આવે જેથી બાંધકામ ઉદ્યોગને લગતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ થઇ સકે. જુના મોરબી શહેરમાં આવેલ દુકાનો કે જેમનું ક્ષેત્રફળ 25 ચોરસ મીટર કરતા ઓછું છે આવી દુકાનોનું બાંધકામ નિયમો મુજબ નવીનીકરણ શક્ય ન હોય આવા કિસ્સામાં માર્જીનની જગ્યા છોડ્યા વગર G+1 સુધીનું બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવે જેથી જુના શહેરું નવીનીકરણ થઇ સકે તેવી માંગ કરી હતી