મેટ્રીમોનિયલ સાઇટ પર લગ્નની વાત કરી અમદાવાદની યુવતી સાથે 13.20 લાખની ઠગાઇ

Share:

Ahmedabad,તા.29

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતીએ શાદી.કોમ પરથી લગ્ન માટે એક અમેરિકામાં રહેતો હોવાનો દાવો કરતા યુવકની પ્રોફાઇલ પસંદ કરી હતી. જેથી યુવકે તેના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને અલગ અલગ કારણ આપીને યુવતી પાસેથી 13.20 લાખ રૂપિયાની રકમ મેળવીને છેતરપિંડી આચરી હતી. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરી કરી છે.

યુવતીને જન્મદિવસે ઓનલાઇન સાઇટથી ફુલ મોકલીને વિશ્વાસમાં લીધી : વેજલપુર પોલીસે ગુનો નોંધ્યો

શહેરના જુહાપુરા મક્તમપુરા વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતી તેના માતા પિતા સાથે રહે છે અને એક વિદેશી કંપની ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરે છે. તેણે લગ્ન માટે શાદી.કોમ પર પ્રોફાઇલ મુકી હતી અને તેના માટે યુવકની પસંદ શરૂ કરી હતી. ગત નવેમ્બર 2024માં યુવતીને એક સૈયદ રેહાન રહેમાન નામના યુવકની પ્રોફાઇલ પસંદ આવતા તેણે તપાસ કરી હતી. જેમાં ચેટ દરમિયાન યુવકે અમેરિકામાં રહેતો હાવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ બંનેએ વોટ્સએપ નંબરની આપ-લે કરી હતી. સૈયદરેહાન રહેમાને તેને જણાવ્યું હતું કે તેને દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણ છે. એટલું જ નહી યુવકે તેના પિતા સાથે વાત પણ કરાવી હતી. સાથેસાથે યુવતીને તેના જન્મદિવસે ઓનલાઇન ફુલનો બુકે મોકલ્યું હતું.  કે ભારતમાં તેને એક ગ્રાહકને પાંચ લાખ રૂપિયા આપવાના છે. જેથી વિશ્વાસ કરીને યુવતીએ પાંચ લાખ રૂપિયા તેણે આપેલા બેંક એકાઉન્ટમાં ઓનલાઇન મોકલી આપ્યા હતા. થોડા દિવસ પછી યુવતીએ નાણાં પરત માંગતા તેણે નાણાં ટ્રાન્સફરનો મેસેજ મોકલ્યો હતો.

પરંતુ, નાણાં યુવતીને બેંક એકાઉન્ટમાં જમા ન થતા સૈયદ રેહાને જણાવ્યું હતું કે બેંકે આ ટ્રાન્ઝેક્શન હોલ્ડ પર મુકી દીધું છે. જેથી થોડા દિવસમાં નાણાં મળી જશે. આ વાતના થોડા દિવસ પછી સૈયદ રેહાને યુવતીને જણાવ્યું હતું કે તેનું એક કન્સાઇન્ટમેન્ટ અટવાય ગયું છે. જે છોડાવવા માટે નાણાંની જરૂર હોવાનું કહીને અલગ અલગ સમયે કુલ 8 લાખ રૂપિયા લીધા હતા.

આમ, કુલ 13.20 લાખ રૂપિયા યુવતી પાસેથી લીધા હતા. તે પછી સૈયદ રેહાને તેના પિતા સાથે ચંડીગઢમાં આવવાનું કહીને મળવાની વાત કરી હતી. જો કે ત્યારબાદ તેણે ફોન પર વાત કરવાની બંધ કરી દીધી હતી.  જેથી યુવતીને જાણ થઇ હતી કે તેની સાથે મેટ્રીમોનિયલ સાઇટ પરથી છેતરપિંડી કરવામાં આવી છે. જેના આધારે વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *