Morbi,તા.01
માળિયા નગરમાં જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખોડવાસ શેરીના નાકા પાસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપી અયુબ ઉમરભાઈ સામતાણી (ઉ.વ.૩૨) રહે માળિયા કોળીવાસ વિસ્તાર વાળાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને આરોપી પાસેથી જુગાર સાહિત્ય અને રોકડ રૂ ૫૨૦ જપ્ત કરી છે