મહાકુંભ જવા Surendranagar ગેટ સ્ટેશન પર 3 વિશેષ ટ્રેનને સ્ટોપેજ અપાયું

Share:

Surendranagar,તા.01

સુરેન્દ્રનગર પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા 2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે ભાવનગર ટર્મિનસ-પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર 3 વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.

આ અંગે પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવવા મુજબ ટ્રેન નં. 09227 ભાવનગર ટર્મિનસ-પ્રયાગરાજ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બુધવાર, 1 જાન્યુઆરી, 2025ના રોજ 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેનની મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંડીકુઇ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે. બીજી ટ્રેન નં. 09225 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બુધવાર, 1 જાન્યુઆરી, 2025ના રોજ 20.20 કલાકે ઉપડશે અને શુક્રવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેનની મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદિકૂઈ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે. ટ્રેન નં. 09229 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી ગુરૂવાર, 2 જાન્યુઆરી, 2025ના રોજ 20.20 કલાકે ઉપડશે અને શનિવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેનની મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદિકૂઈ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *