પોલીસથી બચવા ફૂલ સ્પીડે ભાગેલો કારચાલક બાઈક સવાર પતિ-પત્નીને અડફેટે લઈ ફરાર

Share:

Vadodara,તા.30

વડોદરાના ફર્ટિલાઇઝર ઓવરબ્રિજ પાસે ગઈકાલે બપોરે બાઈક સવાર દંપતીને અડફેટમાં લઈ ફરાર થઈ ગયેલા કારચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

નવા યાર્ડના ગાંધીનગર ખાતે રહેતા અને નિવૃત્ત જીવનગાળતા જનુ ભાઈ પરમારે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે અમાસ હોવાથી હું અને મારા પત્ની બાઈક ઉપર મહીસાગર દર્શન કરવા માટે ગયા હતા. 

ત્યાંથી પાછા ફરતી વખતે ફાટીલાઈઝર બ્રિજ પાસેથી અમે પસાર થતા હતા તે દરમિયાન ટ્રાફિક પોલીસે એક કાર ચાલકને અટકાવવાનો પ્રયાસ કરતા તેણે ફૂલ સ્પીડે કાર દોડાવી હતી. કાર ચાલકે અમને બંનેને અડફેટમાં લીધા હતા અને ફરાર થઈ ગયો હતો. જેથી અમને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

આ બનાવ અંગે છાણી પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ ના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *