Ahmedabad,તા.૨
અજાણ્યા શખ્સોએ કાવતરૂ ઘડીને એક વ્યક્તિને પાર્સલમાં ડ્રગ્સ તથા ફેક પાસપોર્ટ હોવાનું તતા કરોડોનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું કહીને તેને ડિજીટલ એરેસ્ટ કર્યો હતો. બાદમાં તેની સાથે રૂ.૧૭,૦૦,૦૦૦ ની છેતરપિંડી કરી હતી.
આરોપીઓએ કસ્ટમ ઈન્સ્પેક્ટર દિલ્હી હેડ ક્વાટર્સ દ્વારા તમારૂ પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું હતું તે પાર્સલમાં ૧૬ બનાવટી પાસપોર્ટ તથા ૫૮ એટીએમ કાર્ડ અને ૧૪૦ જીડી એમડીએમ ડ્રગ્સ મળી આવ્યું હોવાનું કહ્યું હતું. જેની ઈન્ક્વાયરી કરવા માટે આધારકાર્ડ તથા બેન્ક એકાઉન્ટ વેરીફિકેશન કરવાને બહાને દિલ્હીના વસંતકુંજ પોલીસ સ્ટેશનના ખોટી પોલીસની ઓળખ બતાવી હતી. બાદમાં ફરિયાદ કરવાને બહાને એચડીએફસી બેન્કના મેનેજર દ્વારા ૪૦ કરોડનું મની લોન્ડરિંગ કરેલ છે જેથી તમને ૧૦ ટકા લેખે કમિશન મેળવ્યું હોવાનું કહીને આ વ્યક્તિને એરેસ્ટ વોરન્ટ તથા એરેસ્ટ સિઝર વોરન્ટ તતા કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ લેટર મોકલ્યા હતા,. ઉપરાંત એઓનલાઈન બેન્ક એકાઉન્ટનું નેરીફાઈ કરીને લિગલાઈઝેશનના અલગ અલગ બહાના હેઠળ રૂ.૧૭,૦૦,૦૦૦ મેળવી લઈને ડિજીટલ એરેસ્ટ કરીને છેતરપિંડી કરી હતી.