Morbi,તા.20
ટંકારા નજીક બે દિવસ પૂર્વે ટ્રક ચાલક અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઈક સવાર બે યુવાનના મોત થયા હતા અને એકને ઈજા પહોંચી હતી જે અકસ્માતના બનાવ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના લીલાપર રોડ પર રહેતા અબજલશા ફિરોજશા કારાણીએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 18 ના રોજ સાંજના સુમારે ઈરફાનશાના બાઈકમાં ઈરફાન, ફરિયાદી અબજલશા અને કમાલશા ત્રણેય જતા હતા ત્યારે મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક દ્વારકાધીશ જીન સામે ટ્રક ચાલકે બાઈકને પાછળના જોટામાં લીધું હતું જે અકસ્માતને પગલે બાઈક સવાર ત્રણેય યુવાનો પડી ગયા હતા જેમાં ફરિયાદી અબજલશાને ઈજા પહોંચી હતી જયારે બાઈક ચાલક ઈરફાનશા અને પાછળ બેસેલ ફરિયાદીના મિત્ર કમાલશા એમ બે યુવાનના મોત થયા હતા ટંકારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે