અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે Donald Trump ના બીજા કાર્યકાળમાં ૧૦ મોટા પડકાર

Share:

Washington,તા.૨૧

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે સત્તાવાર રાષ્ટ્રપતિ બની ગયા. કેમ કે ૫ નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભવ્ય જીત પછી તેમનો બીજો કાર્યકાળ શરૂ થઈ ગયો હતો. જો કે, પહેલા કાર્યકાળની જેમ ટ્રમ્પનો આ કાર્યકાળ એટલો સરળ નહીં રહે. કેમ કે, દેશ અને દુનિયાની સામે અનેક એવા પડકાર છે જેનો સામનો તેમણે કરવો પડશે.

અમેરિકામાં કોઈપણ રાષ્ટ્રપતિ બને તેની ગણતરી શક્તિશાળી નેતા તરીકે થાય છે. કેમ કે દુનિયાના દરેક દેશોને અમેરિકા સાથે કોઈને કોઈ રીતે સંબંધો હોય છે. પછી તે રાજકીય હોય કે વ્યાપારિક. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના પગલે હાલ અમેરિકા ટ્રમ્પમય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

પહેલો કાર્યકાળ ટ્રમ્પ માટે સોનેરી રહ્યો હતો. પરંતુ બીજો કાર્યકાળ ટ્રમ્પ માટે સરળ રહેવાનો નથી. કેમ કે તેમની પાસે સારી ટીમ અને શક્તિશાળી સાધનો હોવા છતાં તેમને ૧૦ મોટા પડકારનો સામનો કરવો પડશે. ૧. મોંઘવારી પર કાબૂ મેળવવો

૨. વધતા દેવા અને નાણાંકીય ખર્ચ પર નિયંત્રણ

૩. સરકારી દેવું લેવાની મર્યાદા બનાવવી પડશે

૪. વિદેશી સામાન પર ભારે ભરખમ ટેક્સ

૫. મેક અમેરિકા ગ્રેટ અગેઈનનું ભારણ રહેશે

૬. ગર્ભપાતનો મુદ્દો

૭. ઈમિગ્રેશનનો મુદ્દો ઉકેલવો પડશે

૮. યુક્રેન-રશિયાના યુદ્ધ રોકવું પડશે

૯. ઈઝરાયલ અને હમાસના યુદ્ધને અટકાવવું પડશે

૧૦. ભારત સાથે સંબંધો મજબૂત કરવા પર જોર

અમેરિકાના મતદારોને મોટા-મોટા વાયદા કરીને ટ્રમ્પ ૨.૦ સરકાર તો બની ગઈ છે હવે એ જોવાનું રહેશે કે પોતાના વાયદા પૂરા કરવા માટે તે અમેરિકા અને દુનિયાના બીજા દેશો સાથે કેવા સંબંધોનું નિર્માણ કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *