ધોરાજી: પીપળીયા ગામે વૃદ્ધાએ જાત જલાવી જીવનનો અંત આણ્યો
Rajkot,તા.07
રાજકોટ જિલ્લામાં બે અપમૃત્યુના બનાવો બન્યા છે. જેમાં શાપર ગામના યુવાને પોતાની ઘરે ગળા ફાંસોખાઇ જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ અને ધોરાજી તાલુકાના પીપળીયા ગામે રહેતા વૃદ્ધાએ તેમના ઘરે જાત જલાવી જીવનનો અંત આણ્યો હોવાનો બનાવ પોલીસે ચોપડે
નોંધાયા છે.બનાવની પ્રાથમિક માહિતી મુજબ, શાપરમાં રામાપીરના મંદિર પાસે રહેતા પ્રફુલભાઈ રામજીભાઈ સોંદરવા નામના યુવાને પોતાની ઘરે તેના ઘરમાં પંખાના હુંકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધાનો બનાવ બન્યો છે. બનાવની જાણ શાપર પોલીસને કરતા,હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ રોજસારા અને મુકેશભાઈ ડાભી સહિતની સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પ્રફુલભાઈના
મૃતદેહને પી એમ અર્થે હોસ્પિટલે ખસેડ્યો
હતી.પોલીસ પ્રાથમિક તપાસમાં મૃતક પ્રફુલભાઈએ ખાઇ ધર કંકાસને કારણે પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.મૃતક મજૂરી કરતા હતા, પ્રફુલભાઈના મોતથી બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે અન્ય બનાવમાં ધોરાજી તાલુકાના પીપળીયા ગામે રહેતા
મંજુલાબેન વલ્લભભાઈ કણસાગરા નામના ૭૦ વર્ષીય વૃદ્ધાએ પોતાની ઘરે જાત જલાવી જીવન ટૂંકાવી લીધાનો બનાવ ધોરાજી તાલુકા પોલીસમાં નોંધાયો છે.
ધોરાજી તાલુકા પોલીસના પીએસઆઇ પી જે રાણા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી વૃદ્ધાના મૃતદેહને પી એમ અર્થે હોસ્પિટલે ખસડયો હતા. પોલીસ તપાસમાં જાણવા મળતી વિગત મુજબ વૃદ્ધા એકલા રહેતા હોય ,એકલવાયું જીવનથી કંટાળો પગલું ભર્યાનું બહાર આવ્યું છે.