Jamnagar તા ૧૪
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા અને વાણંદ કામ કરતા એક યુવાન સાથે કારના વેચાણના બહાને છેતરપિંડી થઈ છે, અને એક મહિલા સહિતના ત્રણ શખ્સો એ રૂપિયા ૧ લાખ ૭૦ હજારની રોકડ રકમ પડાવી લીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે, કે જામજોધપુર તાલુકા ના શેઠ વડાળા ગામમાં રહેતા અને વાણંદ કામ કરતા ધવલભાઈ ભગવાનજીભાઈ વિસાણી નામના ૩૭ વર્ષના વાણંદ યુવાને પોતાની સાથે કારના વેચાણના બહાને છેતરપિંડી કરી રૂપિયા ૧ લાખ ૭૦ હજારની રોકડ રકમ પડાવી લેવા અંગે શેઠ વડાળા ગામના મિલન ચંદુલાલ વિસાણી, તેમજ સંગીતાબેન રાજેશભાઈ આલાણી નામ ધારક એક મહિલા તથા તેના સાગતિ સામે ફરિયાદ નોંધાવી છે.
શેઠ વડાળા પોલીસ મથકમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન સાથે ઉપરોક્ત આરોપીઓએ જી.જે. -૧ ડબ્લ્યુ-બી ૧૨૫૩ નંબરની કાર ૧,૭૦,૦૦૦ માં વેચાણ આપવા માટેનો કારસો રચ્યો હતો, અને આરોપી મહિલાનું ખોટું નામ ધારણ કરી ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા, અને નાણા પડાવી લઇ યુવાન સાથે ઠગાઈ કરી હોવાથી મામલો શેઠ વડાળા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.