Jetpur, તા.7
ડમ્પરે મોરે મોરો આવવા દેતા મીની ટ્રક રોડ પરથી ઉતરી ગયો હતો, આ પછી બંનેના ચાલકો વચ્ચે જેતપુરના સારણના પુલ પાસે માથાકૂટ થતા યુવાનના માથામાં ધોકો ઝીંકી દીધો હતો. અમરેલી વડીયા નજીક બાવર બરવાળાના મહેશ વાળાએ ડમ્પર ચાલક પ્રતાપ મેર સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં મહેશ કાબાભાઈ વાળા ( ઉ.વ.-30 રહે.વાળા શેરી ભાવર બરવાળા તા.વડીયા જિ.અમરેલી)એ જણાવ્યું કે, હું ડ્રાઇવિંગ કામ કરું છું.
ગઈકાલે બપોરના આશરે ત્રણ સાડા ત્રણ વાગ્યાની આસપાસ હું મારા ગામથી જેતપુર માર્કેટ યાર્ડમાં મરચાની ગાડી ખાલી કરવા માટે આવેલ હતો. સાંજના સાત વાગ્યાની આસપાસ હું ગાડી ખાલી કરી મારા ગામ તરફ જતો હતો.
અને જેતપુર ખીરસરા, રોડ ગૌશાળા પાસે પહોંચતા સામેની બાજુથી એક પીળા કલરનું ડમ્પર ઝડપથી આવી મારી બાજુ આવવા દીધેલ જેથી મેં મારી ગાડી રોડની સાઈડમાં નીચે ઉતારી દીધેલ. ડમ્પર ચાલક મને અપશબ્દ કહીં ત્યાંથી જતો રહે. જેથી મેં મારી ગાડી સાઈડમાં રાખી નીચે ઉતરીને જેતપુર તરફ એક બાઇકમાં બેસીને આવેલ.
જેતપુર સારણના પુલ પાસે તે ડમ્પરની આગળ પહોંચીને તેને ઉભો રાખેલ. ડમ્પરનો ચાલક નીચે ઉતરેલ અને અમારી વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ. ત્યાં ડમ્પરનો ચાલક ઉશ્કેરાઈ ગયેલ અને ડમ્પરમાં રહેલ લાકડાનો ધોકો લઈને મને મારવા જતા હું નીચે બેસી ગયેલ અને મને માથાના ભાગે આ ધોકો લાગી ગયેલ હતો. લોહી નીકળવા લાગતા ત્યાં હાજર માણસો આવી જતા આ ડમ્પરનો ચાલેક ત્યાંથી ભાગી ગયેલ હતો.
મેં મારા ફઈના દીકરા ભરત ધાધલને ફોન કરેલો હતો. ત્યાં એક ભાઈ એકટીવા લઈને આવતા તેમાં બેસી હું જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ગયો અને સારવાર લીધી હતી. ઘોકો મારનાર ડમ્પરના ચાલકનું નામ પ્રતાપભાઈ મેર છે તેમ મને લોકો પાસેથી જાણવા મળ્યું હતું.