Dwarka તાલુકાના ગોરીંજા ગામના યુવાન પર પાઈપ વડે હુમલો

Share:

Dwarka ,તા.7
દ્વારકા તાલુકાના ગોરીંજા ગામે રહેતા કારાભાઈ કરમણભાઈ વીકમા નામના 40 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન પર અગાઉ મજૂરીના પૈસા માંગવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખીને આરોપી દેવશી પુના વીકમા અને ઘેલા પુના વીકમા નામના બે શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી, બીભત્સ ગાળો કાઢી, માર મારવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા મેરામણભાઈ રામાભાઈ ચાવડા નામના 38 વર્ષના યુવાન અન્ય એક શખ્સ અરવિંદભાઈ કણજારીયા સાથે દ્વારકાની આરએસપીએલ કંપની (કુરંગા) ખાતે સાથે કામ કરતા હતા.

આ દરમિયાન ફરિયાદી મેરામણભાઈ કામ કરતા નથી તે અંગે આરોપી અરવિંદભાઈએ સુપરવાઇઝરને ફરિયાદ કરતા મેરામણભાઈએ અરવિંદભાઈને “તમે શું કામ મારી ફરિયાદ સુપરવાઇઝરને કરો છો?”- તેમ કહેતા આરોપી અરવિંદભાઈ કણજારીયાએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી, તેમનો હાથ લોખંડના બીમ સાથે અથડાવતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ અંગે દ્વારકા પોલીસ મથકમાં મેરામણભાઈ ચાવડાની ફરિયાદ પરથી અરવિંદભાઈ કણજારીયા સામે ગુનો નોંધાયો છે.

દ્વારકામાં ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતા કનુભા વિરમભા માણેક નામના 27 વર્ષના યુવાને તેમના ઘર પાસે પાર્ક કરીને રાખેલું રૂપિયા 80,000 ની કિંમતનું પલ્સર મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *