રાત્રે નાસ્તો કરવા જતા મિત્રના બુલેટ આડે કાળ ઉતર્યો, પરિવારમાં શોકનું મોજુ ફેલાયું
Rajkot,તા.29
રાજકોટ શહેરના રાજમાર્ગો પર યમના ધામા હોય તેમ સીટી બસની ગોજારી દુર્ઘટના ના આંસુ હજુ સુકાયા નથી ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતમાં નવયુવાન નું મોત નિપજ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે,
આ અંગેની ક્રાફ્ટ વિગતો મુજબ માલવિયા નગર પોલીસ મથકની હદમાં આવેલ કાલાવડ રોડ મહિલા અંડર બ્રિજ નો ઢાળ ઉતરતી વખતે બુલેટ નંબર જીજે ૦૩ એમ એમ ૬૯૩૬ ને અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા બુલેટ સ્લીપ થઈ ગઈ હતી અને બુલેટ ચાલક વિમલ અશોકભાઈ આશરા ને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે પાછળ બેઠેલા ભાવિક વાજા ને ઇજા થતા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વિમલ આશરા અને તેના મિત્રો રવિવારે મોડી રાત્રે નાસ્તો કરવા જલારામ રેસ્ટોરન્ટ તરફ જતા હતા અને રસ્તામાં કાળ આબી ગયા ની આ ઘટનામાં અકસ્માતનો ભોગ બનનાર વિમલ આશરાના ભાઈ કેવલ અશોક આશરા એ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુધ અકસ્માત સર્જી પોતાના ભાઈ વિમલ નું મોત લિપજાવી તેના મિત્ર ભાવિકને ઇજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા માલવિયા નગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર આર કોઠીઆએ તપાસ કરી છે